________________
-
--
-
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૧૭ ] . ૩૮. પ્રભુ પ્રત્યે–પરમગુરુ પ્રત્યે શુદ્ધ આચરણ કરવા લક્ષ રાખવું.
૩૯. બીજાની ઉપર ઉપકાર કરીને અભિમાન કરતા નહીં.
૪૦. શરીરમાં રોગે આળસથી થાય છે. આળસુ પુરુષે જેટલા રેગી હોય છે તેટલા ઉદ્યમવાળા રેગી હોતા નથી.
૪૧. પૈસાથી સારા અને નબળાં બંને પ્રકારના કામ થાય છે.
કર. નિરુદ્યમીપણું તે રોગ ઉત્પન્ન કરવાનું ઘર છે.
૪૩. રોગનું કારણ અજ્ઞાન પણ છે. અજ્ઞાનતાથી, અન્યને દુઃખ આપવાથી દુ:ખ, રોગ પેદા થાય છે, મનશુદ્ધિથી–પવિત્રતાથી તે દુ:ખ મટી શકે છે.
૪૪. દષ્ટિ સુધરે તે સર્વ ઠેકાણેથી ગુણ મળી શકે છે.
૪પ સહુનો આત્મા સમાન ગણે, કોઈને દુઃખ ઉપજાવે નહિ.
૪૬. જેને મૃત્યુ સાથે ભાઈબંધી હેય, મૃત્યુથી નાશી છૂટવાની શક્તિ હોય, “હું મરીશ નહિ એવી ખાત્રી થઈ ગઈ
હોય તે ભલે ધર્મસાધન કરવાનું આવતા દિવસ ઉપર મુલતવી - રાખે–પસંદ કરે ! પણ–
૪૭–૪૮. તે પ્રમાણે મૃત્યુ સ્વવશ ન હોય તે જેમ બને તેમ ત્વરાથી આત્મસાધન કરવું; કારણ કે શ્રેયકામ કરતાં સો વિદો આવી પડવાનો સંભવ છે.