________________
[ ૨૧૬ ]
- શ્રી. કપૂરવિજયજી ૨૬. ઉત્તમ પુરુષોની વિભૂતિ-સમૃદ્ધિ-સમુન્નતિ બીજાના ભલા માટે (પરોપકાર માટે) થાય છે.
૨૭. કરત કરત અભ્યાસમેં, જડમતિ હેત સુજાણ; (મંદબુદ્ધિવાળા પણ ગ્ય અભ્યાસક્રમથી શ્રેષ્ઠ બુદ્ધિશાળી થઇ શકે છે. ).
૨૮. ઉપકારને બદલે દેવાની ભાવના રાખવી.
૨૯. જ્ઞાન અને અભ્યાસથી નિર્ભયતા અને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, માટે હે આત્મન ! તું પણ તારે તે વાર સંભાળી લેવા તત્પર થા–તે મેળવવા જલ્દી પ્રયાણ કર.
૩૦. માણસ જેવા વિચાર કરે છે તેવો તે બને છે. ૩૧. જે જેનું ચિન્તવન કરે છે તે તન્મય થઈ જાય છે.
૩૨. ધૈર્ય અને દૃઢતાથી પ્રત્યેક કાર્યમાં પડવું જરૂરતું છે. એમ ન થાય તો નિરાશા જ નિર્માયેલી છે.
૩૩. અનિયમિતતા મનુષ્યને આગળ વધવા દેતી નથી.
૩૪. નિયમિતપણું એ અભ્યાસના ફળનું એક અત્યંત આવશ્યક અંગ છે.
૩૫. વિચાર ચારિત્રનું નિમક ખાસ પ્રેરક છે. ૩૬. કેવા બનવું એ આત્માના પિતાના જ હાથમાં છે.
૩૭. સર્વ સંસ્કૃતિનું ફળ (મૂળ) ચારિત્રને ઉન્નત બનાવવામાં જ હોવું જોઈએ.