________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૧૫ ]
૧૭. સત્પુરુષાએ દુર્જનના સર્વથા દૂરથી જ ત્યાગ કરવા, કેમ કે તેને સ્વાર્પણુ કરવાથી ( દિલ અને લક્ષ્મી દેવાથી ) તેના મનને દ્વિધા કરે છે—અન ઉપજાવે છે–હાનિ પહોંચાડે છે.
૧૮. દઢ ટેકવાળા ધીર પુરુષને આખી પૃથ્વી ઘર-આંગણું જેવી છે, સમુદ્ર જળની નાનકડી નીક જેવા છે, પાતાળ ભૂમિ સમાન છે અને મેરુપર્યંત એક સામાન્ય રાફડા જેવા છે.
૧૯. પરાક્રમવંતને પર્વત પણ તૃણુ જેવા લાગે છે, પરંતુ પરાક્રમરહિતને એક તૃણુ પણ પર્વત જેવું ભારે થઇ પડે છે.
૨૦. પ્રમાદ સમેા કેાઇ શત્રુ નથી અને ઉદ્યમ સમે કેાઈ ખંધુ નથી. તે એમાંથી હિતકારક જે સમજાય તેના આદર કરો.
૨૧. ઉત્તમ પુરુષમાં વિચાર, વાણી અને વન-આચારમાં એકતા-સમાનતા હાય છે, તેમાં પરસ્પર વિરાધ આવતા નથી.
૨૨. ઉપદેશવડે સ્વભાવ મદલી શકાતા નથી. વાંદરાને સારી રીતે કેળવ્યેા હાય છતાં પણ તે તેની ચપળતા તજતા-છેાડતા નથી.
૨૩. વિકટ કાર્યમાં જે પુરુષ આરંભેલા કાર્યને પૂર્ણ કર્યાં વગર તજતા નથી તે ધીર–વીરને લક્ષ્મી પ્રસન્નતાથી વશ થઈ રહે છે.
૨૪. શુદ્ધ ચિત્તવાળાની સઘળી કરણી લેખે લાગે છે-સફળ થાય છે.
૨૫: મેટાં માણસાનાં કષ્ટ જોઇ દુ ના હસે છે–રાજી થાય છે, પરંતુ સજ્જને-ઉદાર દિલવાળા તેા તેના પ્રત્યે દિલસેાજી ધરાવે છે.