________________
[ ૨૧૪ ]
શ્રી Íરવિજયજી થતાં અનાદિ ભ્રમ ભાંગે છે, તેથી જીવ ગંભીર ભૂલ કરતો અટકે છે અને દુઃખને જલદી અંત આવે છે. -
૧૨. ખરી વિદ્યા તે છે કે જેથી આત્માને ઉદ્ધાર જલદી થાય, કર્મનો અંત થાય, જન્મ-મરણને નાશ થાય અને સર્વ ઉપાધિ રહિત પરમપદ–મેક્ષની અવિનાશી અક્ષયસ્થિતિ કાયમને માટે પ્રાપ્ત થાય. આવી ઉત્તમ વિદ્યાથી ખરી શ્રદ્ધા પ્રકટે છે અને એથી સંયમમાર્ગનો આદર કરાય છે. ખરી પતિતપાવની વિદ્યાના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
૧૩. જે માણસ બુદ્ધિમાન, કુળવાન, ક્ષમાવાન, વિનયવાન, શૂરવીર, કૃતજ્ઞ, રૂપઐશ્વર્યવાન, દયાળુ, મદ-અહંકાર રહિત, દાતાર, પવિત્ર, લજજાવાન, ભાગ્યશાળી, દઢ મૈત્રીવાળો, અતિ સરળ સ્વભાવવાળે, સત્ય પ્રતિજ્ઞાવાળ, નીતિવાન અને બંધુવર્ગને આશ્રયસ્થાનરૂપ હોય તે માણસનો જન્મ આ લેકમાં અને પરલોકમાં સફળ થયે જાણો.
૧૪ એટી પ્રશંસા ડાહ્યા અને મૂજનોને હર્ષ નિમિત્તે થાય છે અને સાચી નિંદા ડાહ્યા માણસોને પણ દુ:ખ ઉપજાવે છે. . ૧૫. જે મનુષ્ય ચકર હોય છે તેઓ બીજાનાં મનને તેમના બોલવા ઉપરથી, નિશ્વાસ ઉપરથી અને નિરીક્ષણથી પણ જાણી શકે છે.
૧૬. મહાન પુરુષને આશ્રય કર્યો હોય તો તે તેજહીનને પણ તેજસ્વી (પ્રભાવશાળી) બનાવે છે. જુઓ, શિવ-શંકરના સંસર્ગથી ભસ્મ પણ પવિત્ર બને છે.
,