________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૧૩ ] ૩. જે ઇંદ્રિયને કબજે રાખી શકે, સર્વ પ્રાણુઓ ઉપર સમભાવ રાખે, ભાવીની ઈચ્છા રાખતો નથી અને સહેજે મળેલું ગ્રહણ કરે છે, કેઈન પણ ટ્વેષ કરતો નથી તે શાંત કહેવાય છે.
૪. મરણ, ઉત્સવ તથા યુદ્ધમાં જેનું અંતઃકરણ ચંદ્રકિરણ સમાન શીતળ અને સમભાવી રહે છે તે શાંત કહેવાય છે.
૫. શમથી શ્રેય પ્રાપ્ત થાય છે, શમ પરમપદ છે, શમ શિવસ્વરૂપ છે, શમ શાંતિરૂપ છે અને શમ જ ભ્રાન્તિભંજક છે.
૬. સંતેષ, સાધુસંગ, સદ્વિચાર ને શમ એ ચાર વાનાં માણસોને ભવસાગરથી પાર ઉતરવાના ઉપાયરૂપ છે. * ૭. સંતેષ પરમ લાભરૂપ છે, સત્સંગ પરમગતિ રૂપ છે, સદ્વિચાર પરમ જ્ઞાનરૂપ છે ને શમ પરમ રત્નરૂપ છે.
૮. બાળપણમાં અજ્ઞાનથી, જૈવનમાં કામના ઉન્માદથી અને વૃદ્ધવયમાં સ્ત્રી વિગેરેની ચિંતાથી અત્યંત પીડિત થયે છતો આત્મા સ્વહિત કયારે કરી શકે ?
૯ સુગુરુ-ઉપદેશ અને શાસ્ત્રાર્થ જાણ્યા વગર આત્માને ઓળખી શકાતું નથી. સદ્ગુરુનો ઉપદેશ અને શાસ્ત્રાર્થ એ ઉભયને સચોગ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. તે વગર જીવ મિથ્યાભ્રમવશ માર્ગ ભૂલી અવળે માર્ગે ચઢી અનેક પ્રકારનાં દુઃખ પામે છે.
૧૦. ભ્રમમાં પડી જીવ પોતે અનેક ભૂલે કરે છે અને પરિણામે ઈચ્છા વગર પણ અનેક દુઃખ પામે છે.
૧૧. સમ્યગૂ જ્ઞાનપ્રકાશ વેગે વસ્તુતત્ત્વને યથાર્થ બેધ