________________
[ ૨૧૨ ]
શ્રી રવિજ્યજી એવા કેઈપણ ઉપદ્રવ વગરના નિશ્ચળ, શાંત, પવિત્ર સ્થળે ધારણાવડે પરમાત્મ–સ્વરૂપમાં સ્થિર થવાય તેમ ચિત્તને સદા સાવધાનપણે જેડી દેવું અને ચઢતા પરિણામે પરમાત્મપદ પામવાની શુદ્ધ ભાવના કર્યા કરવી. આવા ઉચ્ચ પદને પામેલ રોગીને ફરી જન્મમરણ કરવા પડતા નથી. તે અજરામર એવા એક્ષપદને સહેજે પામી શકે છે.
સારાંશ:–મનની સ્થિરતાથી ચાનાદિક રોગ સાધવામાં ભારે અનુકૂળતા આવે છે અને તેમાં દઢ વૈરાગ્ય અને અભ્યાસચગે અધિક સ્થિરતા થતી જાય છે. મનની સ્થિરતા જળવાય ને વૃદ્ધિ પામે એવાં સ્થળાદિક સાધન ગણી લેવાં, જ્યાં ધારેલા કાર્યમાં વિક્ષોભ થવા સંભવ ઓછો રહે. તેમ છતાં કવચિત કઈ અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ કે ઉપસર્ગ તથા કર્મસંગે વિઘ આવી પડે તે નિ:શંક ને નિર્ભય બની નિશ્ચળપણે તે સહન કરી લેવા સાવધાન રહેવું. તેમ કરવાથી સ્વકાર્યસિદ્ધિ ત્વરિત થવાની. તેવી તક સાધી લેવામાં જ સાર છે. સમર્થ આત્મસાધક યોગીને એ ઉચિત જ છે.
[ આ. પ્ર. પુ. ૨૨, પૃ. ૧૦૯-૧૪૨. ]
સૂક્ત વચનો. ૧. વાસનાના બે પ્રકારની છે: શુદ્ધ અને અશુદ્ધ.શુદ્ધ વાસના જન્મ, મરણના ફેરા ટાળે છે ને અશુદ્ધ વાસના સંસાર વધારે છે.
૨. ઈષ્ટ, અનિષ્ટ (શુભાશુભ), શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામીને જે હર્ષ–ખેદ કરતા નથી, તેમાં સમભાવે રહે છે-સાક્ષીરૂપે રહે છે તે આત્મા શાંત. કહેવાય છે. -