________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૧૧ ] ૪૮. આનંદ સામ્રાજ્યના ઉત્તમ લાભવાળા કેવળજ્ઞાનભાસ્કર જે પરમાત્મસ્વરૂપી હું (અંતરાત્મા) બધો સંસારસાગર તરી પાર પામ્યો છું,
જ સર્વકના અગ્ર રહેલા સિદ્ધ પરમાત્મા સમાન મારે આત્મા છે, એ રીતનું ચિન્તવન અક્ષય-અવ્યાબાધ–ક્ષસુખનું સાધનરૂપ સમજીને સદા ય કર્યો કરવું.
૫૦. પરમાત્માના ધ્યાનમાં લીન થયેલ યોગી આત્માને નિરંજન દેવનાં દર્શન થયે–પરમાત્મસ્વરૂપનું ભાન થતાં, આનંદના આંસુને પ્રવાહ ચાલે અને શરીરમાં રોમાંચ ખડા થાય, એ પરમાત્મ-દર્શનનું લક્ષણ જાણવું.
મોક્ષદાયક અષ્ટાંગયોગનું પ્રથમ નામમાત્ર વર્ણન–
પ૧–પર, સંયમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ, ધારણું અને ધ્યાન-એ ભેગનાં આઠ અંગ સુજ્ઞજનોએ જાણવાં. એની પૂર્ણ સાધના કરવામાં આવે તે એથી ઉત્તમજનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ આત્માને મોક્ષ સાથે જોડી દે તે ગ. તેના આઠ અંગ ઉપર કહ્યા છે.
૫૩. જે કરણ કરવામાં મન ન ખેદાય–ભેદાય, પણ સ્થિર–શાંત-પ્રસન્ન–આનંદિત રહે તે ધર્મ, તે વ્રત, તે ધ્યાન, તે તપ ને તે યુગ સાર્થક–સફળ–મેક્ષપ્રાપ્તિને અનુકૂળ સમજવાં. ચિત્તની ચંચળતા, અરુચિ અને ખિન્નતાને દૂર કરવાથી જ સફળ પ્રવૃત્તિ થઈ શકે છે.
૫૪–૫૫. સંકલ્પ-વિકલ્પ જ્યાં ન નડે અને આત્મકલ્યાણ સાધવા સિવાય બીજે કઈ પણ અંતરડેતુ (આશય) ન હોય