________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
મરણના દુ:ખમાંથી સર્વથા મુક્ત થયેલા એવા મેાક્ષપદવીને પામેલા દેવાધિદેવનું ધ્યાન (એકાગ્રપણે ગુણચિન્તવન) કરવું જોઇએ.
૪૨. સમતા( સમભાવ )રૂપી નિર્મળ ગંગાજળવડે ચેાગી પુરુષ પરમાત્મભાવમાં પરિણામ પામેલા એવા નિજ આત્મપ્રભુને સ્નાન-અભિષેક કરે અને પછી સુગધી એટલે સુવાસભરેલાં આઠ ભાવપુષ્પાવર્ડ આત્મ-પ્રભુની પૂજા કરે. ( જીએ શ્રીમદ્ હિરભદ્રસૂરિષ્કૃત અષ્ટક. )
૪૩.-૪૪. પછી સ્થિર થયેલા મનને દૃઢ–વશ કરીને, વિશાળ ભક્તિરૂપી સ્થાળમાં પરમાન દરૂપી ઘેખર, ઘી, સાકર અને કપૂર વિગેરે મૂકીને પછી જ્ઞાનન્ત્યાતિવધુ ઉદિત એવી દીપશ્રેણીને પ્રગટાવી, અનુક્રમે આત્મ-પ્રભુની પવિત્ર આરતિ ઉતારે.
૪૫. હરહંમેશ આ રીતે દેવાધિદેવ-આત્મપ્રભુની ભાવથી પૂજા કરનારા થાઉં એમ ચેાગી પુરુષ ચિન્તવે.
૪૬. ક વશ શરીર આકારને પામેલેા અંતરાત્મા સ્વહસરૂપી પેાતાને, પરમાત્મારૂપી પરમહંસ સાથે જોડી, તેમાં એકતા અનુભવતા સતા મેાક્ષપદને પામે છે.
૪૭. ચેાગના અભ્યાસી પુરુષ શુભ ધ્યાનના ચેગે, હિરાત્મભાવ તજી, અંતરાત્મભાવ એટલે અંતર આત્મારૂપ બની, પરમાત્મભાવનું ખૂબ સ્થિરતાથી ચિન્તવન કરે. તેમ કરતા સતા પરમાત્મા સાથે એક્તા અનુભવી, પેાતે પરમાત્મરૂપ થાય છે. પરમાત્મભાવ સાથે અભેદ્યતા-એકતા ચિન્તવતા ચેાગી પરમાત્મદશાને પામી શકે છે. તે પેાતાના આત્માને પરમાત્મભાવે કેવી રીતે ચિન્તવે તે કહે છે