________________
લેખ સંગ્રહ : ૪ :
[૨૧૯ ] પ૬. અભ્યાસ પણ લક્ષ સહિત નિયમિત હોય તો એક્કસ લાભકારક થાય છે.
૫૭. સાધનો અનેક છતાં સાધ્ય એક છે. ૫૮. અધિકાર, યોગ્યતા-પાત્રતા પરત્વે સાધને અનેક છે.
પ૯ જે વિષય( સાધન)માં માણસને રસ-આનંદ પડે છે તે વિષય ઉપર ચિત્તની એકાગ્રતા સુખે સંભવી શકે છે.
૬૦. જે મરણનો ભય મનની એકાગ્રતા કરાવી શકે તે આત્મદર્શનને પ્રેમ માણસને કેમ એકાગ્ર બનાવી ન શકે?
૬૧. ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ નિરાશ નહીં થતાં તે તે પ્રસંગેની પાર જવા આત્માનું સામર્થ્ય અંતરમાં રહેલું છે, એવી આત્મશ્રદ્ધા દઢ રાખવાથી અને એકનિષ્ઠાથી આત્માવલંબી થવાથી અનહદ લાભ થઈ શકે છે.
૬૨. આપણું નિમિત્તે આપણું ગફલતથી કહે કે પ્રમાદશીલતાથી સગુણ જનેનું દિલ–મન દુ:ખી થવા ન પામે, અને તેમ થતાં તેમની ક્ષમા યાચવા પ્રમાદ ન લેવાય એ કયાણાથી જનને ઉચિત છે.
૬૩. કબૂલ કરેલાં વચનને ભંગ, ગઈ વસ્તુનો શેક અને અન્યની નિદ્રાને ભંગ એ ત્રણ વાનાં સમજુ મનુષ્ય ન કરવાં. - ૬૪. આપણે કોઈને વચન આપ્યું જ હોય–તે વિશ્વાસ આ જ હોય તે ગમે તે ભેગે તેનું પાલન કરવું જ જોઈએ.
૬૫. અજ્ઞાની છે એક બીજા સાથે કલેશ-કુસંપ કરી પ્રાયે પાયમાલ થઈ જાય છે, જ્યારે પરિણામદશી સુજ્ઞજને સંપના સદુભાવથી વર્તતાં-રહેતાં આબાદ રીતે વૃદ્ધિ પામે છે.