________________
[ ૨૦૮ ]
શ્રી કપૂરવિજયજી
.
૩૨. નિશ્ચયદૃષ્ટિથી આત્મદ્રવ્યની અપેક્ષાએ એક રૂપવાળા અને વ્યવહારષ્ટિથી ગુણપર્યાયની અપેક્ષાએ અનેક રૂપવાળા, દેહાર્દિક દષ્ટિથી જોતાં સ્થૂલ અને તત્ત્વષ્ટિથી જોતાં સૂક્ષ્મ, અથવા વિવિધ કર્મની અપેક્ષાએ સ્થૂલ અને સૂક્ષ્મ, લઘુ તથા ગુરુ લેખાતા અથવા કર્માંના લાઘવથી લઘુ અને ગુણના ગારવથી ગુરુ એવા નિર્વાણ( મેાક્ષ )પદને પામેલા દેવાધિદેવ પરમાત્મા કહેવાય છે. વળી
૩૩. બ્રાહ્મણા જેને બ્રહ્મારૂપે, વૈષ્ણુવા જેને વિષ્ણુરૂપે અને શૈવા જેને શંકરરૂપે એળખે છે તે જ આ નિર્જન દેવ છે. વસ્તુત: ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયવાળા જુદા જુદા નામથી એક જ શુદ્ધ નિરંજન દેવની સેવા કરે છે, એમ સમષ્ટિએ જોનાર વિચારકને લાગે છે.
.
૩૪. ના જેને જિનેન્દ્ર કહે છે, સેાગતા આદ્યો જેને ખુદ્દ કહીને મેલાવે છે અને નાસ્તિકે કૈાલિક સૉંપ્રદાયવાળા જેને કોલ કહે છે તે જ આ સનાતન પરમાત્મ દેવ છે; કારણ કે
૩૫. જેમ શુદ્ધ સ્ફટિક રત્ન, રાતા, પીળા, કાળા, લીલા ફૂલરૂપ રંગવડે મહુરૂપી દેખાય છે, તેમ છ દનવાળાએ એક જ શુદ્ધ પરમાત્માને અનેકવિધ કલ્પનાએવડે અનેક રૂપે જોવે જાણે-અનુભવે છે; પરંતુ વિવિધ રંગના ફૂલ સમી કલ્પના દૂર થતાં તે શુદ્ધ-મૂળ રૂપે પ્રકાશે છે.
૩૬. વળી જેમ શુદ્ધ જળ ભૂમિના જુદા જુદા વર્ણ સચેાગથી અનેક રૂપવાળુ લાગે છે તેમ જુદી જુદી ભાવનાકલ્પનાવડે એક જ પરમાત્મા અનેક રૂપે ગવાય છે; તેમ જ