________________
લેખ સંગ્રહ : ૪
[ ૨૦૭ ] જનેને ગમ્યસહેજે ઓળખાય એવા તે પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. તેમ જ –
૨૭. નિરાકાર, આભાસ–પ્રકાશ વગરના, ભવપ્રપંચ રહિત, નિરંજન–કમ કલંક રહિત, સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને સમતોગ શોકાદિ દુ:ખ રહિત એવા પરમાત્મા પ્રભુ હોય છે. વળી–
- ૨૮. કેવળજ્ઞાન સ્વરૂપી, પૂર્ણ સ્વતંત્ર, અક્ષય, આકાશ જેવા નિર્મળ, શાશ્વત, વિશ્વાત્મા, અસંખ્ય પ્રદેશ, જ્ઞાનશક્તિવડે વિશ્વવ્યાપક અને અનુત્પન્ન-અનાદિ કાળના–પુરાણ પ્રભુ છે.
૨૯ સકળ કર્મ–વિકાર રહિત સંપૂર્ણ જ્ઞાન અને દર્શનવાળા અથવા સાકાર ને નિરાકાર ઉપગવાળા અથવા સશરીરી | (ચરમશરીરી) જીવનમુક્ત ને અશરીરી (દેહાતીત) વિશ્વપ્રકાશક પરબ્રહ્મ, ઉત્કૃષ્ટ જ્ઞાની અને ઉત્કૃષ્ટ વીર્ય–શક્તિવાળા એવા પરમાત્મા હોય છે.
૩૦. સત્વ, રજ ને તમગુણથી સર્વથા મુક્ત થયેલા, ગંધ અને સ્પર્શથી સર્વથા રહિત, કેઈ શસ્ત્રાદિકથી છેદાય નહીં તથા ભેદાય નહીં એવા તેમ જ નિલેપ અને નિર્મળ વીતરાગ પ્રભુ હેાય છે.
૩૧. છદ્મસ્થ અવસ્થામાં સગુણ અને કેવળી અવસ્થામાં નિર્ગુણ, પરમ શાન્તિ પામેલા, સંસારસાગરથી ભવ્યજનોને તારનારા, જેવા તેવા મૂઢ જીને દુર્લક્ષ્ય પણ પરમ સ્થિરતાસમાધિવતને લક્ષ્યગત થયેલા, તથા સદેહ અવસ્થામાં ઉત્તમ વર્ણવાળા અને દેહાતીત સિદ્ધ અવસ્થામાં સર્વ પ્રકારના વર્ણ . વગરના પરમાત્મા હોય છે. વળી–