________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી તેમ જ આત્મા અરૂપી હોવાથી પંચવિધ રક્ત, પીત,વેતાદિક વર્ણ વગરનો છે એમ અનેક રીતે આત્માની ઓળખાણ અને પ્રતીતિ કરીને તેને અનુભવ કરે તેનાં જન્મ-મરણનાં દુઃખ ટળી જાય છે, પરંતુ પરવસ્તુમાં લાગેલી અનંતી પ્રીતિ તજાય તે જ આત્માનુભવ થઈ શકે છે.
રર. એ રીતે સ્વદેહમાં સ્થિતિ કરી રહેલા પિતાના અરૂપી આત્માનું ધ્યાન (એકાગ્રતાથી ચિત્તવન) કરીને પરમપદને પામેલા નિરંજન પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ.
૨૩. તીવ્ર વૈરાગ્યભીની દષ્ટિથી, દુનિયાનાં સર્વ દશ્ય પદાર્થોની અસારતાને નિશ્ચય કરીને રોગી પુરુષ જન્મમરણની જંજાળમાંથી છૂટવા માટે પરમપદને પામેલા પરમાત્માને જ . કેવળ સારરૂપ જાણે, જેવે ને અનુભવે.
કેવા દેવનું આલંબન લેવું યુક્ત છે તે કહે છે
૨૪. શંકર કે જિનેશ્વર કે જે જેને સદા પ્રિય, માનનીય હિય તે એક શાંત સિદ્ધ થયેલ પ્રભુનું શરણ લેવું..
૨૫. સુર, અસુર અને નરનાયકેવડે પૂજાયેલા, સર્વ જગજજીવને હિતકારી અને સર્વ દોષ-રાગ, દ્વેષ, મેહથી સર્વથા મુક્ત થયેલા દેવાધિદેવ કહ્યા છે, તેમ જ વળી–
૨૧. સારી-નરસી ગતિ આપનાર એવા, પુન્ય–પાપના માર્ગને પેલે પાર ગયેલા, સ્વવરૂપમાં રહેલા, જન્મ-મરણને નાશ કરનારા, બાહ્ય દષ્ટિવાળા અજ્ઞાની જીવોને અગમ્ય (નહીં ઓળખાય એવા) અને અંતર્દષ્ટિવાળા જ્ઞાની વિવેકી