________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૫ ] ૧૬. એ રીતે સતત અભ્યાસવાળા રૂપસ્થ અને રૂપાતીત. ધ્યાનગવડે ચગી પુરુષો નિજ શરીરમાં સ્થિતિ કરી રહેલા આત્માને યથાવસ્થિત અવલોકી શકે છે–અનુભવી શકે છે.
૧૭. જેણે સત્વ, રજો ને તમે ગુણ-સ્વભાવ રહિત આત્માને યથાર્થ ઓળખે–અનુભવ્યું ન હોય તેને જ તીર્થ તથા પ્રભુ પૂજાદિક કરવા ઘટે. સિદ્ધગીઓને તેની જરૂર રહેતી નથી.
૧૮. આત્મજ્ઞાન પરમતીર્થ રૂ૫ છે. બાહ્ય જળ માત્ર તીર્થ કહેવાય નહીં, કારણ કે નિજ આત્મજ્ઞાન વડે જે શાચ-શુદ્ધિ થાય છે તે શાચ-શુદ્ધિ જ ઉત્તમ કહેલી છે.
૧૯ સર્વ ધર્મ–કાર્યોમાં આત્મજ્ઞાન પ્રધાન ધર્મકાર્ય છે, અને સર્વ વિદ્યામાં આત્મજ્ઞાન પ્રધાન છે, કેમ કે એ આત્મજ્ઞાનથી જ શાશ્વત અજરામરપદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
૨૦. આત્મજ્ઞાન વગર ગમે એવા આકરાં તપ તપવાથી અને દુષ્કર વ્રત-નિયમનું પાલન કરવાથી યેગી પુરુષોને પણ મેક્ષ થતો નથી તો પછી બીજા સામાન્ય જીવેનું તે કહેવું જ શું? ખરેખર આત્મજ્ઞાન જ મોક્ષસાધક બને છે. એટલે કે આત્મજ્ઞાન સહિત કરેલી સફળ કરણી મેક્ષદાયક થઈ શકે છે.
૨૧. સર્વધર્મમય, જ્ઞાનાદિગુણયુક્ત અને સર્વવર્ણ રહિત આ આત્માને જે ઓળખી–અનુભવી શકે છે તેને જન્મમરણ કરવાં પડતાં નથી.
ભાવાર્થ–આત્મધર્મમાં સર્વ ધર્મસાધનો સમાવેશ થઈ જાય છે, કેમ કે સર્વ ધર્મ સાધન આત્માની પ્રાપ્તિ માટે છે. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ભાવ લક્ષમીથી યુક્ત છે,