________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૯૯ ]
૮૫. જેમ હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા જુદા હાય છે તેમ પરવાદી અન્ય ધમીએના કહેવાના અને કરવાના આદેશ જુદા હાય છે.
૮૬. હિંગથી વઘારેલા લસણુની જેમ ક્રોધથી મિશ્રિત થયેલ ઉસૂત્રભાષણ સુજ્ઞજને સર્વથા તજી દેવુ.
૮૭. તણખલાથી ઢાંકેલા અગ્નિ અવશ્ય સળગી ઊઠે છે, તેમ માયાથી ગેપવેલું-મનમાં રહેલું ઉત્સૂત્ર પ્રગટ થઈ જાય છે.
૮૮. જેમ ખાળક બધું ઊજળું દૂધ દેખે છે પણ છાશ દેખતા નથી તેમ માયાવીના મધુર વચનવડે યુક્ત સઘળુ ભેાળા લેાકેા હિતવચન જ ગણે છે પણ અહિત ગણતા નથી.
૮૯. વગવિચાર્યું. કામ કરી લીધા પછી વિવેકી જનારે પૂછવું શું કામનું? વિવાહ કરી દીધા પછી જાતિ પૂછવામાં શું ફળ ? તે તે “ પાણી પીધા પછી પૂછે ઘર.” તેના જેવું ગણાય.
''
૯૦. ઉખર ક્ષેત્રમાં વાવેલું ધાન્ય અને તેનાથી ધનની પ્રાપ્તિની ઈચ્છા નિષ્ફળ મને છે તેમ ધર્મ બુદ્ધિથી કુપાત્રને દીધેલુ દાન નિરર્થક—નકામું જાય છે.
૯૧. ધર્મની ગાયના દાંત-જેમ ન જોવાય તેમ દાતાએ દીધેલું દાન ઘેાડું છે કે ઘણું તે પડિત જનાએ વિચારવું નહીં.
2
૯૨. ‘ થવાનુ હાય તે જ થાય ” પણ ઉદ્યમ સદા ય કર્યો કરવા, નહીં તેા સર્વ કાચમાં આળસણું આવી જતાં થવાનુ હાય તે પણ થઈ શકતુ નથી.
.