________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજય ૭૭. જેમ કુકર-કૂતરાના પેટમાં દુધપાક ટકતો નથી તેમ તુષ્ટ સત્ત્વવાળાના હૃદયમાં છેદગ્રંથને અર્થવિસ્તાર ટકી શક્તો નથી
૭૮. જેમ મેઘજનિત પાણીનું પૂર પણ ચીકણ ઘડા સ્પર્શતું નથી તેમ અભવ્ય અને દુર્ભવ્યના ચિત્તને આગમ રહસ્ય સ્પર્શતું નથી–પરિણમતું નથી.
૭૯. જેમ સૂર્ય છાબડીથી ઢંકા નથી તેમ જિનાગ ઉપરોક્ત યુક્તિ-પ્રયુક્તિવડે પરાભવ પામી શકતું નથી.
૮૦. પાણુંને વસ્ત્રવતી ગાંસડમાં ગમે તે કુશળ માણ પણ બાંધીને રોકી ન શકે, તે આરપાર નીકળી જાય તેમ સ શાસ્ત્રોમાં શિરોમણિ જિનાગમ બીજા કોઈથી રેકી શકાતું નથી
૮૧. જેમ કુહાડાના ઘા મારવાથી ધાયેલું વસ્ત્ર નકામું છે જાય છે તેમ વહઠવાદથી જિનવચનને દુષિત કરવાથી તે નકા થઈ જાય છે-અનર્થકારી થાય છે.
૮૨. અરણ્યમાં કરેલા ગીતગાનની પેઠે કુબુદ્ધિ ૨ બહેરાની સભામાં ભગવંતના વચનરૂપ શાસ્ત્રની વ્યાખ્યા ક તે નકામી જાય છે.
૮૩. જેમ બાળકે છાશ પીવાનું જાણે છે, દહીં અથવા લાવવાનું જાણતા નથી, તેમ મૂઢ જીવ સૂત્ર વાંચી જાણે પણ સૂત્રને અર્થ–પરમાર્થ જાણતા નથી.
૮૪. જેમ અંધ માણસની સભામાં “કાણે રાણે” સ લાગે છે તેમ કેવળજ્ઞાન રહિત આ પંચમ આરામાં એ પાગ સારા લાગે છે.