________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭ ]
૯. કલિકાળમાં બાધિબીજ(સમતિ)ની પ્રાપ્તિ થવી તે મરુદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિર્ધન સ્થિતિમાં નિધાનદ્રવ્યનાં દર્શન અને દુષ્કાળમાં દૂધપાકના ભજન સમાન જાણવું.
. ૭૦. પ્રથમ તે સૂત્રસિદ્ધાન્તની વાચના અને તેની વ્યાખ્યા– વિવેચન કરનારા પંડિત હોય તે દૂધમાં સાકર ભળી” એવી ઉપમા તેને ઘટે.
૭૧. સિદ્ધાન્તની વાચના ટીકા વગર વધારે સારી લાગે નહીં, તેથી બાળક અંગઢાને ધાવે તેવી એને ઉપમા જાણવી.
૭૨. કદાગ્રહ દોષવાળા( કદાહી)ને સૂત્ર સિદ્ધાન્ત સંભળાવવું તે અંધની આગળ દીપક પ્રગટાવવા જેવું જાણવું.
૭૩. અંગ-ઉપાંગાદિક સઘળા ગ્રંથો દ્વાદશાંગી મળે જાણવા. જેમ વધારે મોટા હાથીના પગલામાં વૃષભાદિકનાં પગલાં સમાઈ જાય તેમ.
૭૪. મોટા સરેવરમાં જ્યાં જળ હોય ત્યાં કાદવ પણ હોય છે તેમ જ્યાં ઉત્સર્ગ મુખ્ય-ધોરીમાર્ગ ચાલતો હોય ત્યાં અપવાદ–ગણમાર્ગ પણ હોઈ શકે.
૭૫. જે પ્રથમ સારી મતિ-બુદ્ધિવાળા હોય અને પછી સિદ્ધાન્તના રહસ્યને પાર પામ્યો હોય તે પગમાં ઘુઘરી બાંધેલા નર્તક(નાચનાર-નટ)ની જેમ શોભે છે.
૭૬. બધા વિપરીતગામી ચાર જેમ કેટવાળને બાધ કરે છે તેમ ઉસૂત્રભાષક સૂત્રભાષકને બાધ કરે છે.