________________
[ ૧૯૬ ]
"શ્રી પૂંરવિજયજી - ૬૨. સિંહની પેઠે શીલસન્નાહ–બખ્તર યુક્ત અને તપબળવડે શરીર એવા જ્ઞાની મહામુનિ મેતાદિક કર્મવેરીઓને વિનાશ કરવા માટે સદા પ્રયત્ન કરે છે.
૬૩. જે સાધુએ યથેચ્છા–સ્વેચ્છાપૂર્વક શરીરસત્કાર કરવા માં તેણે શિવસુખને તિરસ્કાર કર્યો અને સૂતેલા સિંહને જગાડ્યો જાણ. સાધુસુનિઓ જે શરીરસત્કાર કરે તે ભવભ્રમણરૂપ ભયંકર પરિણામ આવે.
૬૪. જ્ઞાન–ધ્યાન અને સંયમ–માર્ગમાં વિશેષ તત્પર રહેનારા સુશિને સંયમ–માર્ગમાં પ્રેરણા કરવી તે પિતાની મેળે જ ભારને વહન કરતા એવા સુજાતિવંત વૃષભ—બળદને પ્રેરવા બરાબર છે.
૬૫. અત્યંત ઘરડી ગાયના ગળે ઘંટડી બાંધવી જેમ ન શોભે તેમ વિષભક્ષણ સમા સુવર્ણાદિક દ્રવ્ય ઉપર મૂર્છા ધરવી– મમતા રાખવી તે સાધુસંતને ન જ શોભે.
૬૬. ચારિત્ર સારી રીતે વૈરાગ્યપૂર્વક આદર્યા પછી લોકલજાથી ડરવું તે નાચવા લાગેલી નટડીને લોકલાજથી પોતાનું મુખ ઢાંકવા જેવું જાણવું.
૬૭. સાધુઓ જે યથેચ્છ-સ્વેચ્છાપૂર્વક મર્યાદાને લેપ કરે તો “વાડ ચીભડાને ખાય” એના જેવી વાત કોની આગળ જઈને કહેવી? - ૬૮. લજાવડે ચારિત્રને છુપાવી મોક્ષની કામના કરવી તે છાશ લેવા જવું અને દેણી સંતાડવા” જેવી ઘટના છે.