________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૫] ૫૩. સુસાધુઓ અને મુસાધુઓને સંગ ગ્ય-હિતાવહ નથી. વેશ્યા અને દિગંબરેના સાથની જેમ તે શાભાસ્પદ કેમ થાય?
૫૪. સંયમરહિત સાધુપણાની ક્રિયા કરવી તે ગુહ્ય ભાગ ઢાંક્યા વગરના નગ્ન પુરુષને માથે પાઘડી બાંધવા તુલ્ય છે.
૫૫. જેમ થંકવડે પુડલા કરવાનું અસંમત–અમાન્ય છે તેમ અંતરના–હદયના ભાવ વગર સાધુવેષ ધારણ કરવાનું અસંમત જાણવું.
પ૬. દાળના પુડલા કરવા માંડતાં તેને પ્રથમથી જ તેલ પિવાની પૃહા હોય છે, તેમ દીક્ષા ગ્રહણ કરતાં જ તેનાથી પ્રાપ્ત થનારા વૈભવસુખની સ્પૃહા રહ્યા કરે છે ત્યાજ્ય છે. જે
૫૭. જેમ ધોળે દહાડે ચંદ્રપ્રકાશ ( ચાંદની ) તથા મુંડિત મસ્તકે મુગટ ન શેભે તેમ ભાવહીન-ભાવ વગરના પુરુષને ધમકરણ અને પુન્યહીનને સુખપૃહા ન જ શોભે.
૫૮. વિષયકષાયોડે જેણે સંયમમાર્ગ દ્વાલે કર્યો તેણે જાડા મૂશળવતી મેતીને વીંધવા માંડયું જાણવું.
૫૯. અહીં પ્રગટ મળતું સામાયિકાદિથી સમાનતાનું સુખ તજીને જે પરલોકના પક્ષ સુખને ઈચ્છે છે તે કમર ઉપર રહેલા પ્રત્યક્ષ બાળકને તજીને ઉદરમાં રહેલા બાળકની ઈચ્છા કરવા જેવું છે.
૬૦. સાધુપણું આદરીને જેણે પોતે દુરાચાર સે તેણે હાથીની પેઠે પોતાના હાથે જ પિતાના માથે ધૂળ નાંખી જાણવી.
૬૧. જ્યાં કમળ હોય ત્યાં હું ખુશીથી વસે છે, તેવી રીતે જ્યાં આત્મહિત થાય ત્યાં સાધુઓ પ્રસન્નતાથી રહે છે.