________________
[ ૧૮૯ ]
શ્રી કપૂરવિજયજી.
૨૭. પૂર્વ કે ઉત્તર દિશા તરફ સ્વમુખ રાખી, દ્રશ્યપૂજાને વિધિ સાચવી, પછી શાંતિથી મધુર સ્વરે ચૈત્યવંદનાદિ અ આલમનના લક્ષ સહિત કરવુ
૨૮, જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠાદિક પ્રસંગે જૈનિવિધ મુજબ જરૂર લક્ષ રાખવુ, જેથી સર્વ રીતે જય થવા પામે
૨૯. પ્રભુપ્રતિમાને પ્રભુ તુલ્ય લેખવવી અને દેવગુરુભક્તિના યથા લાભ લેવા.
૩૦. દ્રવ્યપૂજાર્દિક ધર્મકરણી, ભાવ પ્રગટાવવામાં શુભ નિમિત્તરૂપ કહી છે તે યાદ રાખવુ.
૩૧. શાસ્ત્રાનુસારે યથાશક્તિ કરવામાં આવતી કરણી નિશ્ચે ફળદાયક થાય છે.
કર, ઉત્તમ વૈદ્યના કહેવા મુજબ ત વાથી જેમ વ્યાધિના સર્વથા અત આવે છે તેમ શુદ્ધ દેવ-ગુરુના એકાંત હિતવચનને અનુસરવાથી સર્વથા સંસારના અંત કરી મેાક્ષગતિ પામી શકાય છે.
૩૩. મનુષ્યજન્માદિ અતિ દુર્લભ સામગ્રી પામીને, જન્મમરણના અનત દુ:ખના સર્વથા અંત આવે એવી ઉત્તમ કરણી શુદ્ધ આત્મલક્ષથી સદા ય કરવી—સહુ આત્માથી જનેાએ તેમાં સતત ઉદ્યમ કરવેા-પ્રમાદ રહિત પુરુષાર્થ સેવયેા ઉચિત છે.
[આ. પ્ર. પુ. ૨૯, પૃ. ૭૧, ]