________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭ ] શાણા શ્રીમતનું હિતકર્તવ્ય. આપણા જૈન વેતામ્બર સમાજની આટઆટલી અવનતિસર્વતોમુખી અવનતિ પ્રત્યક્ષ થઈ રહેલી નજરે જોયા છતાં તમાંનાં ઘણાખરા શ્રીમંત હજુ સુધી ખરી દિલસેજ દર્શાવવા યેગ્ય પ્રયત્ન કરતા નથી ને ગતાનુગતિકપણે લગભગ ચાલ્યા કરે છે. આ દેશમાં તેમ જ અન્ય દેશમાં અન્ય દિલસોજ શ્રીમતે પિતાને દ્રવ્યપ્રવાહ કેળવણીના વિશાળ પ્રદેશમાં છૂટથી વહેવા દે છે પણ આપણે જેને “વેતામ્બરસમાજના શ્રીમતે સમયને બરાબર ઓળખી પિતાને દ્રવ્યપ્રવાહ જરૂરી દિશામાં વિવેકથી વાળે એ અતિ જરૂરનું છે; છતાં તેઓ તેની કેમ ઉપેક્ષા કરે છે ? તે સમજી શકાતું નથી.
જેન શ્રીમંત પ્રતિવર્ષ લાખ રૂપીઆ ખર્ચે છે ખરા, પરંતુ આપણે સમાજમાં ખરી કેળવણીનો પ્રચાર કરવા તેઓ બહુ જ થેડે ફાળો આપે છે. જેટલું દ્રવ્ય લોક–દેખાદેખી, વાહવાહ માટે કે સ્વેચ્છા મુજબ ખર્ચાય છે તેમાંથી ખબ સફળતા મળે એવું ઉત્પાદક દ્રવ્ય કેટલું અને અનુત્પાદક દ્રવ્ય કેટલું ખર્ચાય છે તેને કંઈ હિસાબ છે? વિવેક અને વિચારપૂર્વક, શાસન અને સમાજના હિતાર્થે, તેમાંથી કેટલું દ્રવ્ય ખર્ચાય છે તેનું કંઈ માપ છે? આ રીતે વિવેકરહિત થઈ રહેલા દ્રવ્યવ્યયથી સમાજના પુનરુદ્ધાર કે ઉન્નતિની આશા શી રીતે રાખી શકાય ? કંઈક શાંત ચિત્તથી વિચારી જતાં તેમને સમચિત સ્વકર્તવ્યની આછી ઝાંખી થઈ શકશે?
કેટલાંક વર્ષો થયાં કંઈક શાસનપ્રેમી, સેવારસિક જને હૃદયની ઊંડી લાગણીથી આપણું વેતામ્બર જૈનસમાજની