________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૮ ] ૧૮. ભાઈઓએ ઉત્તરાસનને છેડે અને બહેનોએ સુકોમળ રૂમાલ મુખ આગળ રાખી પ્રભુસ્તુતિ કરવી.
૧૯. અષ્ટપટ (આઠપડે) મુખકેશ બાંધી મૌનપણે દેવની અંગપૂજા-સેવા આત્મલક્ષથી કરવી.
૨૦. પૂજા કરનારે પિતાના લલાટ, કંઠ, હૃદય અને નાભી ઉપર લક્ષપૂર્વક ચાર તિલક કરવાં.
૨૧. પ્રભુના જમણે અને ડાબે અંગૂઠે, બન્ને ઢીંચણે, બે કાડે, બે ખભે, મસ્તકે, લલાટે, કઠે, હદયે અને નાભિ ઉપર અનુક્રમે તિલક નવ અંગપૂજાના દુહામાં કહ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત હેતુના વિચારપૂર્વક કરવાં.
૨૨. પ્રથમ પ્રભુના મસ્તકથી માંડી સર્વોગે ઉત્તમ બરાસ ચંદનવતી વિલેપન કરવું. ત્યારપછી યથાયોગ્ય ઉત્તમ પુષ્પાદિવડે પ્રભુપૂજા કરવી.
૨૩. ફૂલ(પુષ્પોની માળા સેયવતી વીંધીને નહીં પણ વિવેકથી ગૂંથી પ્રભુના કઠે આરોપવી.
૨૪. સુગંધી પ્રફુલ્લિત, પાકાં અને શુદ્ધ ભાજનમાં આણેલાં, અખંડ, થોડાં કે ઘણાં પુષ્પો જયણાયુક્ત ચડાવવાં.
૨૫. પૂજાની સઘળી સામગ્રી યથાશક્તિ મૂછ–મમતા ઉતારીને પિતાના ઘરની જ વાપરવી. * ૨૬. દીપક પ્રભુની જમણી બાજુએ અને ધુપ ઉખેવીને ડાબી બાજુએ જણાથી રાખવો. આંગી પ્રમુખ પ્રસંગે પણ દીપક જયણાથી પ્રગટાવવા લક્ષ રાખવું.