________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી
માજીએ રહી, મર્યાદાસર દેવગુરુની સેવા-ભક્તિ કરવી. દન, વદન, પૂજન પણ તે જ રીતે કરવાં.
૯. શાણા સમજવાન વડીલને આગળ કરી, વિનય બહુમાનપૂર્વક વિધિયુક્ત શુદ્ધ દેવગુરુને વદન-પૂજન કરવુ.
૧૦. આપણામાં દેવ-ગુરુ જેવા ઉત્તમ ગુણુા પ્રગટે એવા પવિત્ર લક્ષ્યથી તેમની સેવા-ભક્તિ ભાવેાલ્લાસપૂર્વક કરવી.
૧૧. મદ, વિષય, કષાય, · વિકથા અને આળસ એ પાંચે પ્રમાદ યત્નવડે તજવાથી જ નિજ શ્રેય સાધી શકાય છે.
૧૨. દેવગુરુની સર્વ પ્રકારની આશાતના વવી અને તેમની આજ્ઞાના યથાશક્તિ આદર કરવા.
૧૩. એકનિષ્ઠાથી શુદ્ધ દેવ-ગુરુની સેવા-ભક્તિ કરનારને કશી વાતની ન્યૂનતા રહેતી નથી.
૧૪. શુદ્ધ દેવ-ગુરુની ભક્તિમાં આત્માપણુ કરવુ, તન્મય થઈ જવું.
૧૫. શુદ્ધ ચિત્ત, વિત્ત અને પાત્રના દુર્લભ ચૈાગ પામી, તેના લાભ લઇ લેવા ચૂકવું નહિ.
૧૬. અવસરની કરણી અવસરે કરી લેવા કાળજી રાખવી.
૧૭. જીવ રહિત જગ્યાએ શુદ્ધ પરિમિત જળથી સ્નાનાદિ કરી, શરીર નિળ કરી ( લુહી ), શુદ્ધ વસ્ત્ર પહેરી, મારપીંછીવતી વાસી પુષ્પાદિ નિર્માલ્ય ઉતારી, જળ, ચંદન, બરાસ વિગેરે શુદ્ધ દ્રવ્યેવડે પ્રતિદિન પ્રેમપૂર્વક પ્રભુપૂજન કરવું.