________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૮૩ ] શુદ્ધ દેવ ગુરુની ગ્ય ઉપાસના વિધિ. “અંગ ૧ વસન ૨ મન ૩ ભૂમિકા ૪, પૂજેપકરણ ૫ સાર;
ન્યાય દ્રવ્ય ૬ વિધિ શુદ્ધતા ૭, શુદ્ધિ સાત પ્રકાર.” (શરીર–શુદ્ધિ, વસ્ત્ર-શુદ્ધિ, મન–શુદ્ધિ, ભૂમિ-શુદ્ધિ, પૂજેપકરણ-શુદ્ધિ, દ્રવ્ય-શુદ્ધિ અને વિધિ-શુદ્ધિ.) (ઉક્ત) સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ.
૧. શરીરની અશુદ્ધિ ટાળી, શુદ્ધ વસ્ત્ર પહેરીને દેવગુરુના દર્શને જવું.
૨. ગૃહ-વ્યાપાર સંકેલી, ચેખું ચિત્ત રાખી, દેવગુરુની સેવા-ભક્તિ કરવી.
૩. દેરાસરે અને ઉપાશ્રયે જયણાથી ભૂમિ શુદ્ધ કર્યા બાદ પ્રમાદ રહિત નિત્ય કરશું કરવી.
૪. પૂજા–સેવાના ઉપકરણ એવાં સાફ ને સુંદર રાખવાં કે વાપરતાં આપણને શુભ ભાલ્લાસ જાગે.
પ. શુદ્ધ આચાર-વિચાર સેવનાર, ન્યાય-નીતિથી વ્યાપારવ્યવસાય કરનારને દેવગુરુની પૂજા-સેવા સફળ થાય છે.
૬. શુદ્ધ નિષ્ઠાથી કરેલી દેવગુરુની સેવા–ભક્તિ કલ્પવેલીની જેમ ફળે છે. * ૭. દર્શન, વંદન કરી, પાછા નિસરતાં દેવગુરુને પુંઠ ન દેવી, પડખાના દ્વારેથી કે પાછે પગલે વિવેકસર બહાર નીકળવું.
૮. પુરુષોએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી