________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી
પામવાને કાળ તે ચગ્ય હતે, વળી શ્રેણિક રાજા ભવ્ય જીવ હતા એટલે મેક્ષ પામવાને ગ્ય સ્વભાવવાળા હતા, છતાં મોક્ષ પામવાને જે ઉદ્યમ કરવું જોઈએ તે ન કર્યો–દેશવિરતિ અથવા સર્વવિરતિ અંગીકાર કરી ન શક્યા તેથી મોક્ષે ન ગયા. તે પ્રમાણે કૃષ્ણ મહારાજ પણ સમકિતી હતા, મોક્ષ પામવાને ચગ્ય ચેાથે આરો હતે, મેક્ષે જવાના સ્વભાવવાળો તેમને ભવ્ય જીવ હતો, પરંતુ મેક્ષ પામવાને ઉદ્યમ કર્યો નહિ, તેથી મોક્ષે ન ગયા તેથી ઉદ્યમ અથવા પુરુષકારની પણ તેટલી જ અગત્ય છે.
પ. પૂર્વક –એટલે પૂર્વે જેવા કર્મો કર્યા હોય તેવાં ફળ મળે. પૂર્વકૃત એટલે પૂર્વે કરેલાં કમ એ પાંચમું કારણ છે. જુઓ સ્થલભદ્ર ભવિ જીવ હતા અને ઉદ્યમ કરવામાં પણ ખામી ન હતી. પિતાની પ્રીતિપાત્ર વેશ્યાને ત્યાં રહી બ્રહ્મચર્ય વિગેરે કઠિણ પંચ મહાવ્રત પાળ્યા હતા; છતાં પૂર્વે કરેલાં કર્મ એટલાં બધાં હતાં કે તે બધા ક્ષય થઈ શક્યાં નહિ. ઘણું ક્ષય થયાં અને ડાં બાકી રહી ગયાં એટલે કે તેમની કર્મની સ્થિતિ પરિપકવ થઈ નહિ, તેથી મેક્ષિપ્રાપ્તિ કરી શકયા નહિ.
આમ પાંચ કારણ કેઈ પણ કાર્યસિદ્ધિમાં અવશ્ય હોય છે. સર્વ દર્શનવાળાં આ પાંચે કારણે વિના કાર્ય કરી શકતા નથી, છતાં પણ એક જૈનદર્શન જ આ પાંચ કારણને ખુલ્લી રીતે માન આપે છે.
[ આ. પ્ર. પુ. રર, પૃ. ૨૬૩. }
S
ES