________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૮૧ ] - ૩. નિયતિ–નિયતિ અથવા નિયત એ કારણનો અર્થ ભવિતવ્યતા અથવા ભાવભાવ છે. અર્થાત કેવળીએ જે ભાવ બનવાના જોયા હોય તે જ બને છે. મનુષ્ય સમુદ્રમાં ફરે, અટવીમાં જાય, અનેક પ્રયાસ કરે પણું ભાવી હોય તે થાય. આબે સંખ્યાબંધ મહોર આવે પણ તેમાંથી કેટલાક ખરી જાય, કેટલાકની ખાખટી થાય, કેટલીક કેરી પાકે ને કેટલીક સાખ થાય. એમાં ભવિતવ્યતા જ કારણરૂપે સમજવી. નિયતિના વશથી અણચિંતવ્યું આવી મળે અને તે વર્ષનું ચિંતવેલું નિષ્ફળ જાય. બ્રહ્મદત્તચક્રી જેના બે હજાર દેવે અંગરક્ષક હતા તેની આંખ એક ગોવાળે ફાડી નાખી તેમાં ભવિતવ્યતા જ કારણ ભૂત સમજવી. એક કાકોઠેઓ પક્ષી ઝાડ પર બેઠે હતો તેને મારવા ઉપર બાજ પક્ષી ફરતું હતું, નીચે પારધી બાણ ચડાવીને બેઠા હતા, તેવામાં પારધીને સાપ કરડ્યો એટલે તે મરી ગયો અને તેનું બાણ છૂટી ગયું તે બાજને વાગ્યું તેથી તે મરી ગયે ને કોકોકો બચી ગયે એમાં ભવિતવ્યતા કારણભૂત સમજવી. સંગ્રામમાં શસ્ત્રોએ હણેલા બચી જાય છે, વગડામાં શ્વાપોથી બચી જાય છે અને ઘરમાં બેઠા મનુષ્ય મરી જાય છે તેમાં ભવિતવ્યતા જ બળવાન સમજવી. એક વાત અહીં ખ્યાલમાં રાખવી કે આમાં ભવિતવ્યતાની મુખ્યતા છે. બાકી બીજા કારણે ' ગણપણે તો છે જ. એક કારણથી કોઈ પણ કાર્ય થતું નથી.
૪. પુરુષકાર–એટલે ઉદ્યમ. હવે જીવને ત્રીજા, ચોથા આરા જેવો મોક્ષ જવાને ચગ્ય કાળ મળે, વળી તે જીવને ભવ્ય સ્વભાવ હોય, છતાં જે ઉદ્યમ ન કરે તે મોક્ષ ન મળે. જેમકે શ્રેણિક રાજા ચેથા આરામાં હતા માટે મોક્ષ