________________
[ ૧૮૦ ]
શ્રી કÉરવિજયજી - આ પાંચમા આરામાં મોક્ષપ્રાપ્તિ થાય કે નહિ તે સંબંધી વિચાર કરીએ.
૧. કાળ–આ પંચમ કાળ એ છે કે તેમાં જીવને મુક્તિ ન થાય, એમ શ્રી વીતરાગ ભગવાને સૂત્રોમાં કહ્યું છે. આ પંચમકાળમાં જન્મેલા મનુષ્યને મોક્ષપ્રાપ્તિ થતી નથી તેથી તેને શાસ્ત્રમાં દુઃષમ કાળ કહ્યો છે. એ કાળ ક્ષે જવાને જે કાળ અનુકૂળ હોય તેવો નથી.
જેમ આંબા પાકવાને વસંત ઋતુ અવશ્ય જોઈએ તેમ મોક્ષ પામવાને ત્રીજે, ચેાથે આરે અવશ્ય જોઈએ. ઉત્સર્પિણમાં પહેલે, બીજો અને અવસર્પિણી કાળમાં પાંચમ અને છઠ્ઠ આરે મોક્ષપ્રાપ્તિ માટે પ્રતિકુળ છે. બન્નેનો ત્રીજો ને ચે આરે અનુકૂળ છે.
- ૨, સ્વભાવ–હવે ધારો કે કાળ કદાચ અનુકૂળ હોય એટલે ત્રીજે, ચેાથે આરે હોય છતાં પણ જે જીવ મોક્ષ પામવાના સ્વભાવવાળા છે તે જ જીવ મોક્ષે જાય, બીજા જીવે ન જાય. જેમ મગમાં સારા અને કેયડુ બંને હોય છે. સારા મગની સાથે કેયડુ પણ ચલે પકવવાને મૂકયા હોય તો સારા મગ ચંડશે પરંતુ કેયડુ ચડશે જ નહિ; કારણ કે કેયડુમાં ચડવાને સ્વભાવ નથી. કેયડુ મગ જેવા જીવોને અભવ્ય જી કહે છે, માટે કદાચ ત્રીજા, ચોથા આરા જે અનુકૂળ કાળ હોય તે, પણ તેમાં મેક્ષ જવાને ચગ્ય એવા ભવ્ય જીવે જ મોક્ષે જાય, મોક્ષે જવાને અયોગ્ય એવા અભવ્ય જીવ મેક્ષે ન જાય; કારણ કે અભવ્ય જીવમાં તે સ્વભાવ જ નથી. : :