________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭૭ ] પુરુષાર્થ. ધર્મ–જેને માનવજીવનને મુખ્ય હેતુ ધર્મ એમ સમજાયું છે તેમાં કઈ એવું બળ સ્કુરે છે કે તેઓને ખાવું, પીવું, પહેરવું, ઓઢવું તે પણ ધર્મને માટે હોય છે. એટલે ધર્મને પ્રથમ પુરુષાર્થ જેણે જાણ્યો છે તેનું મનુષ્યજીવનરૂપી ગાડું આ સંસારમાં જેમ તેમ અસ્તવ્યસ્ત ઘસડાતું નથી, પણ પ્રયત્નશીલ સારા બળદેવડે નિયમસર ચાલતું દેખાય છે. જેણે પોતાનું જીવન આમ ધર્મને અર્પણ કર્યું છે તે માણસે. પાસેથી દુઃખ, પવનથી જેમ વાદળાં વેરાઈ જાય તેમ નાશી જાય છે, અને સુખ લટું જેમ લેહચુંબકથી ખેંચાઈ આવે તેમ ખેંચાઈ આવતાં માલૂમ પડે છે.
ધર્મ, અર્થ–જે મનુષ્ય જીવનને પ્રથમ હેતુ ધર્મ છે, એવું સમજી પછી ધર્મપૂર્વક અર્થપ્રાપ્તિ કરવી એવું સમજ્યા છે તે મનુષ્યની જીવનરૂપી ગાડી એવી તે સરસ દેડતી જણાય છે કે જાણે ઉદ્યોગરૂપી આરબી ઘોડાથી તે જોડેલી ન હોય!
ધર્મ, અર્થ, કામ–જે મનુષ્ય જીવનને હેતુ ધર્મ પૂર્વક અર્થની અને અર્થને ગ્ય કામની પણ પ્રાપ્તિ કરતા જણાય છે, તેઓની મોટરકાર સદુઘમરૂપી વિજળીથી દેડતી ફલાઇંગકાર હોય તેમ માલૂમ પડે છે. | મોક્ષ–જે મનુષ્ય એ જીવનને પ્રથમ હેતુ ધર્મ, પછી ધર્મપૂર્વક અર્થ મેળવી એવી તે કામપ્રાપ્તિ કરે છે કે જેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. હવે મેક્ષ અર્થાત સત્યાગરૂપી પુરુષાર્થ હાથમાં આવતાં, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી . : ૧૨ * * * *