________________
[ ૧૭ ]
શ્રી Íરવિજયજી બેલ વિનાનું ગાડું, ઘેડા વિનાની ગાડી, તેલ વિનાની મોટરકાર કે વરાળ વિનાની આગગાડી જેમ ચાલે કે દોડે નહિ પણ ઘસડાય, તેમ જીવનને મુખ્ય હેતુ હાથ આવ્યા વગર મનુષ્યજીવન ચાલતું કે દોડતું નથી, પણ ઘસડાતું અનુભવાય છે.
આ ઘસડાતાં જીવનો કેનાં છે? એ સહેજે જણાઈ આવે છે. તેઓને ખવું પડે માટે ઉદ્યોગ કરે છે. જાણે કે જીવન ખાવા માટે જ હોય ?
રાત્રે સૂવાનું મળે માટે દિવસે વૈતરું કરી ખાવા જેટલા દિવસે જ પૈસા પેદા કરી લે છે જેથી ખાવા-પીવા ઉપરાંત સૂવાનું પણ મળે.
ટાઢ અને તડકાના ભયથી બચવાને માટે જરા સરખું લુગડું પણ કમાઈ લેવા મજૂરી કરી લે છે, કે જેથી તડકા અને ટાઢના ભયથી બચાય. .
છોકરાં-છેયાંનું પોષણ કરવું પડે માટે મહેનત કરે છે કે જેથી પોતે કે પિતાનાં છોકરાં ભૂખે ન મરે.
આ ચાર બાબતે એટલે આહાર, નિદ્રા, ભય અને પશુવૃત્તિ (મૈથુન) માટે જ પોતાના મનુષ્યજીવનને ઘસડતા આજકાલ થાડા માન નથી જણાતા; પરંતુ જે મનુષ્ય હોઈને. જીવન શું છે? તેનું મનન કરે છે, યા સદ્ગુરુ કે સશાસ્ત્રવડે સમજી નક્કી કરે છે તે મનુષ્ય જીવનને મુખ્ય હેતુ પુરુષાર્થ સાધવા તે છે એમ સમજે છે. તેઓનું જીવન પુરુષાર્થને માટે હોય છે. તેઓને પુરુષાર્થ જીવનને માટે નથી હોતું. તેઓનું જીવનરૂપી જળ પુરુષાર્થરૂપી પ્રણાલિકામાં વહન કર્યા જ કરે છે.
" [ . પ્ર. પુ. ૨૨. પૃ. ૮૫. ]