________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭૫ ] ભેજન કરવું. ભજન કરતાં કદી પણ કલેશ કરે નહિ. એ વગેરે ભેજન વિધિ વિવેકથી સાચવવી
[ આ. પ્ર. પુ. ર૨, પૃ. ૨૪૨]
માનવજીવન સફળ કેમ થાય ? જેમ સૂર્ય વિનાનો દિવસ, ચંદ્ર વિનાની રાત્રિ અને દીપક વિનાનું મંદિર તેમ હેતુ વિનાનું મનુષ્યજીવન નિરર્થક સમજવું.
જેમ માણસે વરસાદવાળા દિવસમાં અંધારી રાત્રિમાં કે અંધકારમય મંદિરમાં અથડાતા હોય છે તેમ હતુનિશ્ચય કર્યો વિનાના માણસો ભટકતા જણાય છે.
જેમ વાદળાં રહિત સૂર્યવાળો દિવસ, ચંદ્ર સહિત રાત્રિ અને દીપક સહિત મંદિર તેમ મનુષ્યજીવન હેતુ સહિત હોવું જોઈએ.
જેનો વ્યવહાર શુદ્ધ તેનો ધર્મ શુદ્ધ” એ હકીકત સત્ય હોવાથી જે તે શું પરંતુ કોઈપણ મનુષ્ય પોતાના વ્યવહારમાં કુટુંબ વગેરે સાથે કેમ વર્તવું તે જાણવાની આવશ્યકતા છે, જેથી આ લેખમાં સામાન્ય અને સરળ રીતે તે બતાવવામાં આવ્યું છે. આ પ્રમાણે વ્યવહારમાં વર્તન કરનાર મનુષ્ય જૈન નામ ધારણ કરવાનો અધિકારી છે. તેથી જ આ સાદો વિષય પણ અતિ મહત્ત્વનો હોઈ અમારા વાચકવર્ગ સમક્ષ રજૂ કરીએ છીએ. આ અને તેવા કેટલા વિષયે સસ. મુનિ મહારાજશ્રી કર્પરવિજયજી મહારાજે જેનસમુદાયના ઉપકાર માટે શેઠ અમરચંદ તલકચંદ સીરીઝમાંથી અનેક વિષયોનો સાર લઈ શ્રી આત્માનંદપ્રકાશમાં અને જૈન ધર્મ પ્રકાશમાં પ્રગટ કરાવ્યા છે તેમાંથી કેટલાક અહીં આપવામાં આવ્યાં છે. પ્રકાશક