________________
[ ૧૭૪ ]
શ્રી કપૂરવિજયજી ‘ઉચિતદાન અને કીર્તિદાન આ સંસારનાં સુખભેગ આપે છે. વળી વિશેષ કરીને ભોજનને અવસરે યથાશક્તિ સ્વામીભાઈને તેડી લાવીને પોતાની સાથે બેસાડી ભોજન કરાવવું, કેમ કે તે પણ પાત્ર છે. તેમાં પણ જ્ઞાનાભ્યાસ કરનારા અને કરાવનારા સુજ્ઞ સાધમી ભાઈઓને ભોજન કરાવવું તેથી વિશેષ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
૧૦ ભેજન કરવાની રીત. પ્રભાતના પહોરમાં, સંધ્યા વખતે અને રાત્રિએ ભજન ન કરવું. તેમજ સડી ગયેલું, વાશી અન્ન કે ચલિત રસવાળી ચીજો ન ખાવી. જમણું પગ પર હાથ રાખીને કે હાથ ઉપર હાથ રાખીને, ખુલ્લા આકાશમાં કે તડકામાં બેસીને, અંધારામાં કે વૃક્ષતળે બેસીને, અને ટચલી આંગળી ઊંચી રાખીને કદાપિ ન ખાવું. નગ્ન શરીરે કે હાથ, પગ, મુખ વગેરે ધોયા. વગર, મેલે વસ્ત્ર કે ડાબે હાથે ખાવું નહિ. ભીને વસ્યું કે મંતંક લપેટીને કે અપવિત્રપણામાં કે વ્યગ્ર ચિત્ત કે તદ્દન - જમીન ઉપર બેસીને કે ખાટલા વગેરે ઉપર બેસીને કે ઈશાનાદિક ખૂણુ તરફ મુખ રાખીને કે ચંડાલ વગેરેના દેખતાં, ટેલા પાત્રમાં કે મેલાં પાત્રમાં ખાવું નહિ. તેમજ રજસ્વલા સ્ત્રીએ અડેલી વસ્તુ, ગાયે કે શ્વાને સુંઘેલી વસ્તુ તથા અજાણ વસ્તુ અને અભક્ષ્ય વસ્તુ કદાપિ ખાવી નહિ. તેમ જ ખાતાં ખાતાં બચબચાટ શબ્દ કરે નહિ. પણ દેવનું અને ગુરુનું સ્મરણ કરીને તથા સરખા આસન ઉપર બેસીને, ઘરનાં સર્વ સ્વજનોને નોતરીને, સંભારીને, ઘરનાં ઢેર, ઢાંખર, પશુ, પંખી વગેરે સર્વની ભેજનાદિકની ખબર અંતર પૂછીને અને પિતાના નિયમને સંભારીને શરીરને માફક આવે એવું નિયમસર પચ્યા