________________
( [ ૧૭ ]
શ્રી કર્પરવિજયજી સ્વજનો સાથે મળીને કરવાં, કેમ કે આવાં કામે ઘણા સ્વજને સાથે મળીને કરે તેમાં બળ અને શોભા રહેલાં છે. એ રીતે સ્વજનો સાથે વર્તવાનાં ઉચિત આચરણે બતાવ્યાં છે.
૬ ગુરુ સાથે કેમ વર્તવું તે વિષે. ધર્માચાર્ય વગેરે પિતાના ગુરુજન સાથે અંતરમાં પ્રીતિભાવ રાખીને વર્તવું, તથા મનમાં તેઓના ઉત્તમ ગુણેનું નિરંતર સ્મરણ કરવું. કોઈ દિવસ પણ તેમના ઉપર મનમાં રેષ આવે નહિ અને કદાચ કોઈ વખતે તેમને અપ્રીતિવાળું કાર્ય થઈ જાય તે તેની પાસે નમ્રતાપૂર્વક ક્ષમા માગીને તેઓ પ્રસન્ન રહે તેમ કરવું. ગુરુએ આજ્ઞા કરતાં જ હર્ષ સહિત તે આજ્ઞા અમલમાં લાવવી. ગુરુને જોઈતી ચીજ લાવી આપવામાં સદા તત્પર રહેવું. પોતાના ગુરુજનેને પોતાના ઉપર અથાગ ઉપકાર છે, એમ માનીને મનથી, વચનથી તથા કાયાથી જેમ બને તેમ શુદ્ધ સેવા કરવામાં કસર કરવી નહિ. - ગુરુની હિતશિક્ષા તથા ધર્મોપદેશ વિગેરે એક ચિત્તે કંઈ પણ શંકા રાખ્યા વગર સાંભળવાં. ગુરુજનનાં વખાણ જાહેર રીતે
જ્યાં જ્યાં અવસર મળે ત્યાં ત્યાં પિતાને મુખે કરવાં, કેમ કે તેમ કરવાથી પિતાને તથા બીજાં માણસોને પણ પરિણામે બહુ લાભ થાય છે. ગુણે પુરુષની સ્તુતિ કરનારાને એવા ગુણની પ્રાપ્તિ થાય છે. વળી લેકમાં પોતે ર્નિદાખોર નથી, પણ કરેલા ગુણને જાણે છે એવી કીર્તિ પ્રસરે છે. ઉત્તમ ગુરુની પ્રશંસાથી સત્સંગની ઈચ્છા કરનારા જ્ઞાનાભ્યાસીઓ તેવા ઉત્તમ પુરુષોના સહવાસમાં રહી જ્ઞાન મેળવવા તત્પર થાય છે.