________________
[ ૧૬૮ ]
: શ્રી કપૂરવિજયજી
પંચાગી તેમ જ ધાર્મિક ચેાગ્ય કેળવણી આપવી તથા અપાવવી. સ્ત્રીને કદી પણ ચાર માણસ દેખતાં તિરસ્કાર કરવા નહિ. મારપીટ તેા કાઇ દિવસ પણ ન કરવી. એવે વખતે યુક્તિપૂર્વક અને પ્રેમસહિત વિવેક શીખવવે.
ભર્તારે ઘણા કાળ પરદેશમાં રહેવુ ન&િ. સ્ત્રીની પાસે ધનની હાનિ કે વૃદ્ધિ વિષેની વાત, કે ઘરની કેાઇ ગુપ્ત વાત પ્રગટ કરવી નહીં તેમ જ એક સ્ત્રી જીવતાં ખીજી સ્ત્રી કદી પણ ન કરવી. કદાચ પુત્રાદિકને માટે બીજી સ્ત્રી કરવી પડે તેા પણ મને ઉપર સરખા ભાવ રાખવે. એ રીતે સ્ત્રી સાથે સ્નેહથી અને કામળતાથી વર્તવુ, પણ કઠિનતાથી વવુ નહિ. ટૂંકામાં સ્ત્રીની ચેાગ્યતા પ્રમાણે તેની સાથે વવું, તેમ જ ધર્માંકૃત્યામાં યથાશક્તિ સહાયકારક થવું પણ અડચણુ . કરવી નહિ. એ પ્રમાણે સ્ત્રી સાથે વવાનાં ઉચિત આચરણ કહ્યાં છે.
૪ પુત્ર તથા સગાસબંધી સાથે કેમ વવું તે વિષે.
પિતાએ પેાતાના પુત્રને બાલ્યાવસ્થામાં પુષ્ટિકારક ખેારાક આપીને તેનું પાષણ કરવું અને વિવિધ પ્રકારની રમતા રમાડવી કે જેથી કરીને બાળકનાં બુદ્ધિ, બળ અને કાન્તિ વધે, શરીર પુષ્ટ થાય, તેમ જ દેવ, ગુરુ, ધર્મ અને સુજ્ઞ સજ્જનાદિકની સંગત કરાવવી, ઉત્તમ જાતિવાળા, સારા કુળાચારવાળા અને સુશીલ પુરુષા સાથે મિત્રાચારી કરાવવી, ખાળિવવાહ ન કરવા અને માળકને વિદ્યાભ્યાસ ચાલતા હાય એવા વખતમાં કન્યા પરણાવીને તેના સઘળી રીતે કાચા સ્કંધ ઉપર સ ંસારની સરી ન નાંખવી. વીશ વર્ષની અંદરના પુત્રનાં લગ્ન ન કરવાં, તેમ જ લગ્ન કરવામાં કન્યાનું કુળ, જન્મ અને