________________
[ ૧૬૪ ]
* શ્રી કપૂરવિજયજી છે ખરી કે ? એ સમસ્ત પરિસ્થિતિના ગે અંત:કરણમાં વિલક્ષણ અસ્વસ્થતા ઉત્પન્ન થાય ખરી કે? નહિ એ જવાબ હોય તો તેનું ખરેખરું કારણ શોધી લેશે?
[ આત્માનંદ પ્રકાશ પુ. ૨૫, પૃ. ૪૦. ]
જૈનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યવહારમાં કેમ વર્તવું?
૧ પ્રથમ માબાપની સાથે કેમ વર્તવું તે વિષે. • માબાપની સેવા મન, વચન અને કાયાથી–એમ ત્રણ પ્રકારે થાય છે. કાયાએ કરીને પિતાના શરીરની સેવાભક્તિ સેવકની પેઠે વિનયપૂર્વક કરવી. પિતાના મુખમાંથી વચન નીકળતાં જ તે પ્રમાણે કરવું. પિતાના શરીરની સેવા કરવી, પગ ધોવા, ચાંપવા, પિતાને ઉઠાડવા, બેસાડવા, ભજનમાં, શયામાં, વસ્ત્રમાં શરીરમાં, વિનયમાં ધનાદિકવડે યથાયોગ્ય જોગવાઈ વિનય પૂર્વક કરવી, પરંતુ કોઈ વાતનો આગ્રહ ન કરવો. પિતાની સેવા–ચાકરી કર પાસે કરાવવી નહિ પણ પિતે જ કરવી. પિતાની મરજી પ્રમાણે વર્તવું. કદાપિ માતા-પિતા કઠણ વચન કહે, તે પણ સત્યુત્રે ફોધ ન કરે. માતા-પિતાના સ્વધર્મ સંબંધી મોરથ પૂરા કરવા એ વગેરે પિતા સાથે ઉચિત આચરણ આચરવું.
માતાની સાથે પણ પિતાની માફક જ ઉચિત આચરણ આચરવું, પરંતુ પિતા કરતાં માતાના અધિક મનોરથ પૂરવા. દેવપૂજામાં, ગુરુસેવામાં, ધર્મશ્રવણમાં, આવશ્યકાદિક ધર્મકરણ કરવામાં, સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવામાં માતાની મરજી પ્રમાણે વર્તવું.