________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૬૩ ] થાય તે તે ઈચ્છાને ઉમળકે ઠેઠ અંતઃકરણના તળમાંથી નીકળો (ઊઠ) જોઈએ. આવામાં વિવેકબુદ્ધિ બહુધા નિરુપયોગી હોય છે. અમુક એક કાર્ય વિવેચક બુદ્ધિને ગમ્યું તેથી જ કરવાનું છે એમ માનવું ચેપગ્ય નથી; કારણ કે બુદ્ધિને પ્રદેશ અત્યંત સંકુચિત હોવાથી કેઈપણ કાર્યમાં અંતઃકરણને ઉમળકો તો હોવો જ જોઈએ. જે અંત:કરણને ખરો ઉમળકે ઉત્પન્ન થાય તે તેના ગે કાર્યની સહજ ફૂર્તિ નિર્માણ થાય છે. સત્ય પ્રેમના ઉમળકાનું બળ એવું તે વિલક્ષણ છે કે તેના ચાગે અશક્ય ઘટનાઓ સહજ શક્ય થઈ જાય છે. આ વિશ્વમાં જે અનંત રહયે ભરેલાં છે તે સર્વ રહોની ચાવીઓ એક પ્રેમ–ભક્તિના હાથમાં જ સંગ્રહાયેલી– સમાયેલી છે.
મારા ભાવી સુધારક બંધુઓ ! પ્રથમ અંત:કરણને જાગૃત કરે ! તમે મુખથી જે કાંઈ બોલે છે તેનો પ્રતિધ્વનિ તમારી અંત:કરણની ગહન દરી( ગુફા )માં કયાંય થાય છે ખરે કે મારા પ્રિય દેશભક્ત ! તમે પણ પ્રથમ અંત:કરણની જાગૃતિના કાર્યમાં નિમગ્ન થાઓ. દેવે અને કષિ– મુનિઓના વંશજો આજે પશુઓના રાજ્યમાં સંમિશ્ર થવાને
ગ્ય થાય છે એમ તમને ખરેખર અંત:કરણપૂર્વક ભાસે છે ખરું કે? લક્ષાવધિ લેનાં ઉદર ક્ષુધાથી સુકાઈને પાતાળમાં પેસી ગયાં છે, એ જોઇને તમારું અંતઃકરણ કિંચિત્માત્ર પણ દવે છે ખરું કે ? ઘન અને કાળાં વાદળાંવડે આકાશ વ્યાપ્ત થતાં જેવી રીતે સર્વત્ર ઉદાસિત અંધકાર પ્રસરી રહે છે એવી રીતે અજ્ઞાનના ઉદાસિત અંધકારમાં આપણી માતૃભૂમિ ડૂબી રહેલી છે એ વિષે તમારા પિતાના અંતઃકરણમાં કાંઈ વેદના થાય