________________
( ૧૭ ) તેમના ગુરુભાઈ શાસનસમ્રાટુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસુરિશ્વરજી (આ પ્રસ્તાવના લખાય છે ત્યારે જેઓનું ચાતુર્માસ “વળા માં જ છે ) બહોળું અને વિદ્વાન શિષ્યમંડળ ધરાવે છે.
તેમને દીક્ષા પર્યાય ૪૬ વર્ષનેઃ તેમનું વય ૬૮ વર્ષ.
સન્મિત્રે સજેલા સાહિત્યના સારરૂપ, તેમના એક સંદેશને, પ્રસ્તાવના પૂર્ણ કરતાં સ્મરી લઈએ –
૮૯. “આ સંસારરૂપી નાટકમાં નટની પેઠે આપણે અનેક પ્રકારના વેષ લઈ થાક્યા જ હોઈએ તે હવે એ એક વેષ લાવીને ભજવવે જોઈએ કે જેથી મુક્તિરૂપ સ્ત્રીને વલ્લભ થઈએ.”
(લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૩૨૧)
ભીખાભાઈ છગનલાલ શાહ
મુંબઈ
i