________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૫૫ ] ૩૬. ગુણ–દેષ, હિતાહિત, કાર્ય–અકાર્ય, ઉચિત-અનુચિત અને ભક્ષ્ય–અભય વિગેરેને સારી રીતે સમજી લેવા પ્રયત્ન કરીશ.
૩૭. પાકી બુદ્ધિવાળા અનુભવી પુરુષોને અનુસરીને ચાલીશ; સ્વછંદ વર્તન તજીશ.
૩૮. ગુણ જનને ઉચિત વિનય સાચવીશ. ૩૯. કાર્યકુશળ બની સ્વપરહિત સાધતો રહીશ.
૪૦. સ્વાર્થ તજી તન, મન, ધનથી પરને સ્વતઃ ઉપકાર કરવા તત્પર રહીશ. .
૪૧. બીજાએ કરેલ ઉપકારને ભૂલીશ નહિં. ૪૨. સર્વ વાતે કુશળતા મેળવવા પ્રયત્ન કરીશ.
૪૩. માતાપિતાદિ વડિલે પ્રત્યે સદા સન્માનની દષ્ટિ રાખીશ અને તેમની હિતશિક્ષાને લક્ષમાં રાખી સદ્વર્તન સેવીશ.
૪૪. એ રીતે પવિત્ર કેળવણી મેળવી શરીર, બુદ્ધિ અને આત્માને વિકાસ કરી માનવભવને સફળ કરવા પ્રયત્ન કરીશ.
૪૫. આ સર્વને મૂળ પાયે બ્રહ્મચર્ય છે, તેથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે મન અને ઈદ્રિયને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરીશ. કામવિકાર પેદા થાય તેવા બધા સંજોગોથી સાવચેત રહીશ.
- ૪૬. હસ્તકર્મ, સૃષ્ટિક્રમવિરુદ્ધકર્મ અને બાળલગ્ન એ ત્રણે દોષે શરીર, બુદ્ધિ, આયુષ્ય અને સુખશાંતિને નાશ કરી