________________
લેખ સંગ્રહ : ૪ : '
[ ૧૪પ ] ૬. ગંભીરતા, નીરાંગતા, સૌમ્યતા, જનપ્રિયતા, લજજા, દયા, ગુણાનુરાગ, વિનય, કૃતજ્ઞતા, પરોપકારકુશળતા વિગેરે ગુણોના અભ્યાસથી તેવી પાત્રતા આવે છે. ૭. સુપાત્રમાં કરેલો યત્ન સફળતાને પામે છે.
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૫૬. ]
વિદ્યાર્થીઓને હિતસંદેશ લાલ બત્તી ધરવી, ખરાબા પર અથડાઈ ભાંગી જતાં નાવને બચાવવું અને એમ આધ્યાત્મિક વિનિપાત સામે જોરશોરથી ઘેર ઘેર ફરીને સંદેશ પહોંચાડે એ અમારા પૂર્વજોને જીવનમંત્ર હતો તે પર નજર રાખી, અધિકારનો નિર્ણય કર્યા વગર, વહાલા વિદ્યાથીઓને કંઈક કહેવા જિજ્ઞાસા થઈ છે તેને સંતેષવાથી એના કહેનાર અને ઝીલનારનું શ્રેય થાય એ અભિલાષા છે.
સંસ્કાર મેળવવા એ જેનું લક્ષ્ય છે, કેમળતા એ જેનો સ્વભાવ છે અને ગ્રહણ કરવું એ જેનું કર્તવ્ય છે એવા વિદ્યાર્થીવર્ગમાં સંદેશ ફળવાન બને એ આશા અસ્થાને નથી. માત્ર અક્ષરજ્ઞાન મેળવવું, ડીગ્રી ધરાવવી, સવસ–નોકરીને લાયક બનવું અને કોઈ ટાઈટલ-ઉપાધિ મેળવી લેવી એ લક્ષ્ય હોવાનું આજના વિદ્યાથી પર ગંભીર અને શરમભર્યું તહેમત છે. આ આપ યા તહેમતના ખરાબા સામે આજનો મારો સંદેશ લાલ બત્તી ધરે છે.
આજીવિકા, ડીગ્રી અને એવી બધી ઉપાધિને સાચા અને ૧૦