________________
[ ૧૪૪ ]
શ્રી કપૂરવિજયજી ૩. સારી ભાવના, સારું વાંચન, વિચારપૂર્વકનું મનન અને સત્સંગ તથા વિષયવાસના ઉપર કાબુ મનના દોષ દૂર કરે છે અને તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન આત્માના દોષોથી-વિકારોથી બચવા માર્ગ દેખાડે છે, અને સચ્ચારિત્ર આત્માને શુદ્ધ કરે છે. આવી સદ્વિદ્યા હું પ્રાપ્ત કરીશ.'
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૨૦૬. ]
વિદ્યાર્થીવર્ગે લક્ષ્યમાં રાખવા યોગ્ય હિતસૂચનાઓ.
૧. યત્નથી સ્વધર્મનું સારી રીતે રક્ષણ-પાલન કરવાથી, તે સુરક્ષિતધર્મ આપણું રક્ષણ-પાલન કરે છે, એમ સમજી તેની ઉપેક્ષા ન કરવી. . . .
૨. ધર્મના પસાયે ઉત્તમ પદવી, માનવૈભવાદિક, દુર્લભ સામગ્રી વગેરે પામ્યા છતાં જો એ ઉપકારી ધર્મની અવગણના-ઉપેક્ષા કરવામાં આવશે તે ધર્મને ધ્વંસ કરનાર એવા એ સ્વામીહીનું શ્રેય-કલ્યાણું શી રીતે થઈ શકશે ?
૩. સર્વ ધર્મમાં પ્રધાન ધર્મ સર્વત કહો છે, તેને સારી રીતે સમજી શ્રદ્ધા સહિત તેનું સેવન કરનાર અવશ્ય સુખી થઈ શકે છે."
૪. સર્વોક્ત ચિંતામણિ રત્ન સમાન સુદુર્લભ ધર્મ– રત્નની પ્રાપ્તિ જેવા તેવાને થઈ શક્તી નથી.ગ્ય પાત્રને જ તેની પ્રાપ્તિ થઈ શકે છે અને પાત્રતાવેત જ તેની સાર્થકતા કરી શકે છે.
પ. પાત્રતા વગર તેની સાર્થકતા થઈ શકતી નથી..