________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૪૩ ] અને સરલ સ્વભાવી ભગવાન પવિત્ર પ્રવૃતિવંત રહ્યા. એવી મર્યાદા મતિમાન નિરીહ ભગવાને વારંવાર પાળેલી છે. એ રીતે બીજા મુમુક્ષુઓએ પણ વર્તવું એમ હું કહું છું.. • તા. ક–આ અધ્યયનમાં વર્ણવેલ વીર પ્રભુને અદ્દભુત વૈરાગ્ય તથા ય વાંચવાથી સુજ્ઞ વાંચનારના હૃદયમાં પ્રભુ પ્રત્યે અદ્ભુત ભકિતભાવ પેદા થશે. . .
[ આ. પ્ર. પુ. ર૬, પૃ. ૨૪૪. ]
ખરા યુવક-વિદ્યાથીની ફરજપૂર્વકની અંગત ભાવના.
૧. જે ભારતભૂમિમાં હું વસું છું તેમાં આશરે તેત્રીશ કોડ મનુષ્યમાંથી કેટલા કોડ મનુષ્યને પેટપૂરતું અન્ન પણ ખાવા મળતું નથી, તેવા દુઃખી દેશમાં મારે વિવિધ જાતિનાં ખાનપાન, માજશેખના સાધનો જેવાં કે નાટક, સિનેમા વિગેરે એશઆરામ અને ખોટા ખાનપાનમાં નકામાં ખર્ચ કરવા યા કરાવવા તે બીલકુલભતા નથી. વળી આ દેશ અજ્ઞાન, કુરૂઢીઓ, કુસંપ અને ધમધતાથી દુઃખી થઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં મારે તન, મન, ધન અને સત્તાની સઘળી શક્તિઓને ઉપગ સુશિક્ષા, સંપ, સુશીલતા અને સંયમવૃદ્ધિ થાય તેમ કરો-કરાવો ઘટે છે. અત્યારે ગતાનુગતિકતા તજી, આંખ ખોલી, સુવિવેક ધારી ડહાપણથી વર્તવાની ખાસ જરૂર છે. * ૨. સમસ્ત ભારતવર્ષમાં અને મારામાં એકતા, ગુણાનુરાગ, સેવાભાવના, વીરતા, સત્ય-પ્રિયતા, સત્યધર્મસેવા, અહિંસકભાવના અને ન્યાયમાર્ગને સેવવામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ પ્રગટ થાઓ ! -