________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી
re
શુદ્ધ વિદ્યાર્થીને હિસાબ જ હાય. જે વિદ્યા કલ્યાણુ - તરફ, સ્વાતંત્ર્ય તરફ અને યાવત મુક્તિ તરફ દારે-પ્રેરે તે જ સાચી વિદ્યા છે. પાર્વત્ય ઋષિ-મુનિઓએ ગાયું છે કે “ સા વિદ્યા યા વિમુક્ત્તયે ” આ પ્રાણપ્રદ મંત્ર દરેક વિદ્યાથીની નજર સામે હાવા જોઇએ. અને એ દીવાદાંડી તરફ નિશાન રાખીને જ વિદ્યાથીએ પેાતાના જહાજને હંકારવું જોઇએ. આટલી નિ:સ્વાર્થ તાથી જીવનની શરૂઆત થાય તેા કાઇપણ દેશના વિદ્યાર્થી કરતા ભારતવર્ષના વિદ્યાથી ઉતરતા ન થાય; પરન્તુ શરૂઆતમાં એ તરફ આપણું લક્ષ્ય હેતુ નથી, હાય છે તેા તે છેક જ પામર અને તુચ્છ હોય છે તેથી આજના વિદ્યાથીમાંથી આદર્શ ગૃહસ્થ, નાગરિક, મુત્સદ્દી, દેશનાયક કે ધર્મ રક્ષક મહાન પુરુષ આછા નીપજે છે.
'
શરૂઆતમાં જ લક્ષ્યહીન જીવન સામે લાલચેા ધરાય છે, વશીકરણા ગેાઠવાય છે અને અનેક મેાહમંત્રાના મેારલી નાદે એની સામે ગુજે છે. તેમાં આદર્શ હીન વિદ્યાથી ફસાય છે, માહ પામે છે, પરિણામે અકળાય છે, મૂ ઝાય છે અને જવાબદારી અને જીવનયાત્રા સમાપ્ત કર્યા વિના જ અકાળે તેનેા નાશ થાય છે.
.
ઉપરાક્ત વાત જરા વધારે સ્પષ્ટ કરીએ, વિદ્યાભ્યાસશિક્ષણની રેલ્વે પંજાબ મેલથી પણ વધારે ઝડપી બ્યામયાનથી આગળ ધપતી હોય ત્યાં મૂર્ખ અશિક્ષિત માબાપે વાસના અને વિકારાની ભયંકર લાલચેાને આગળ ધરી બાળકને ફસાવે છે. તે પ્રસગે ભેાળા-આદહીન અણુસમજી બાળક વિદ્યાથી તેમાં ફસાય છે અને પૂરા પંદર વર્ષ પણ્ ન થયા