________________
લેખ સંગ્રહ : ૪ ઃ
[ ૧૩૭ ], ૨૦. માર્ગમાં ચાલતાં આડુંઅવળું જોતાં નહીં, વાત કરતાં નહીં, પણ માર્ગ જેનાથકા જયણા સહિત ચાલ્યા જતા હતા.
૨૧. બીજે વર્ષે પ્રભુ, ઈન્દ્રદત્ત વસ્ત્ર ત્યજીને છૂટા બાહુથી વિચરતા હતા. . (૨) વિહારપ્રસંગે નિસ્પૃહી મહાવીર પ્રભુનાં
નિવાસસ્થાન, ૧. ભગવાન કોઈ વખતે નિર્જન વનમાં, ઝુંપડા-ઝુંપડીઓમાં, પાણી પીવા માટે કરેલી પરબમાં, કેઈ વખતે હાટે–દુકાનમાં તે કોઈ વખતે લુહાર વગેરેની કેડામાં અથવા ઘાસની ગંજીઓ નીચે, એમ જુદે જુદે સ્થળે ધ્યાન-સમાધિસ્થ રહેતા. - ૨. કઈ વખતે પરામાં, બાગમાંના ઘરમાં કે શહેરમાં રહેતા, તો કઈ વખતે મસાણમાં, શૂન્ય ઘરમાં કે ઝાડની નીચે કાઉસગ્ગ ધ્યાને રહેતા.
૩. એ રીતે એવાં સ્થળામાં રહેતા થકાં તે શ્રમણ ભગવાન પ્રમાદ રહિત સમાધિમાં લીન થઈ બરાબર તેરમાં વર્ષ પર્યત પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. .
૪. દીક્ષા લીધા પછી ભગવાન કયારે પણ નિદ્રા લેતા નહતા, હમેશાં જાગૃત રહેતા. સાડાબાર વર્ષ પર્યત જમીન પર બેઠા પણ નથી. - ૫. તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણ જાગૃત રહેતા, કદાચ નિદ્રા આવવા માંડતી તે તેને ઉપાયથી દૂર કરતા.
૬. ઉપરોક્ત સ્થળોમાં રહેતા ભગવાનને ભયંકર અનેક ઉપસર્ગો થયા હતા.