________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજયજી *. ૭. જાર પુરુષે શૂન્ય ઘરમાં કુકર્મ કરવા જતા ભગવાનને ત્યાં ધ્યાનસ્થ દેખી ઉપસર્ગ કરતા. વળી વિષયવાંછનાથી પણ લેકે પ્રભુને સતાવતા.
૮. એ રીતે ભગવાને મનુષ્યો તથા તિર્યંચ તરફથી અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ભયંકર ઉપસર્ગો હમેશાં સાવધાનપણે વર્તતા થકા સહન કર્યા.
૯. વળી ભગવાન હર્ષ-શોક ટાળીને મૌનપણે વિચરતા.
૧૦. નિર્જન સ્થળમાં ભગવાનને ઊભેલા જોઈ લેકે પૂછતા અથવા રાત્રિ વખતે જાર પુરુષો પ્રભુને પૂછતાં કે–અરે! તું કોણ ઊભે છે?” ત્યારે ભગવાન કશું બોલતા નહીં, તેથી તેઓ ગુસ્સે થઈ મારવાનું પણ કરતા, પરંતુ ભગવાન તો નિઃસ્પૃહ રહીને સમાધિમાં તલ્લીન રહેતા. *
૧૧. “અરે! અહીં તું કેમ ઊભે છે?” એમ કે પૂછતાં ત્યારે ભગવાન જવાબ દેતા નહતા તેથી જે તેઓ બોલતા કે “અહીંથી જલ્દી જતો રહે” તો ભગવાન અન્યત્ર જતા, કારણ કે એ મુનિઓને ઉત્તમ આચાર છે. જે તેઓ જવાનું કહેતાં નહીં તો ભગવાન મિન રહી ત્યાં જ ધ્યાન કરતા. • •
૧૨. જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન જોરથી કુંકાતો હતો, જ્યારે લોકો થરથર ધ્રુજતા હતા, જ્યારે અપર સાધુઓ તેવી ઠંડીમાં પવન રહિત જગ્યા શોધતા હતા તથા વસ્ત્રો ઓઢવા ચાહતા હતા, જ્યારે તાપસો લાકડાં બાળી શીતનું નિવારણ કરતા હતા, એમ જ્યારે શીત સહેવી ભારે કઠીન