________________
[ ૧૩૬ ]
; શ્રી કર્ખરવિજયજી ૧૦. જ્ઞાતપુત્ર ભગવાન સંયમમાર્ગને બહુદઢપણે સેવતા.
૧૧. ભગવાને દીક્ષા લીધા અગાઉ લગભગ બે વર્ષથી ઠંડું (સચિત્ત) જળપાન તર્યું હતું, બે વર્ષ લગી અચિત્ત જળપાન કરતા. ભગવાન એકત્વભાવના ભાવતા, કષાયરૂપ અગ્નિને ઉપશમાવી શાન્ત બન્યા થકી તથા સમ્યકત્વભાવથી ભાવિત રહેતા થકા દીક્ષિત થયા હતા.
૧૨. ભગવાન સજીવ વસ્તુઓનો સર્વથા આરંભ તજીને વિચરતા હતા.
૧૩. કર્મવશ રાગદ્વેષ સહિત સહ છે જુદી જુદી સર્વ નિઓમાં ઉપજતા રહે છે એમ ભગવાન વિહરતા.
૧૪. મોહવશ અજ્ઞાની જીવ કર્મથી બંધાય છે એમ જાણું ભગવાન સંયમ માર્ગમાં બહુ સાવધાન થઈને રહેતા હતા.
૧૫. જ્ઞાનવંત ભગવાને અત્યુત્તમ સંચમમાર્ગ પ્રકા છે,
૧૬. ભગવાને પવિત્ર અહિંસાને અનુસરી પિતાને તેમ જ પરને પાપમાં પડતા અટકાવ્યા, પ્રભુ ખરેખર પરમાર્થદશી હતા.
૧૭. ભગવાન દૂષિત આહાર તજી, શુદ્ધ આહાર કરતા હતા.
૧૮. તે શુદ્ધ-નિર્દોષ આહાર અદીન પણે પોતે યાચી લેતા હતા. :
* ૧૯. પ્રભુ નિયમિત ખાનપાન વાપરતા, રસમાં આસક્ત ન થતા, રસ માટે ઈચ્છા–સંકલ્પ પણ ન કરતા અને દેહની દરકાર-મમતા કરતા, ખરજ મટાડવા સારુ શરીરને ખણતા પણ નહોતા. '