________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૩૫ ] પ્રભુના ખભે મૂકયું હતું, પરંતુ ભગવાને નથી વિચાર્યું કે એ વસ્ત્રને હું શીયાળામાં વાપરીશ. .
૨. ભગવાન તો જીવિતપર્યત પરિસહોને સહન કરનાર હતા, માત્ર બધા તીર્થકરોના ક૫–આચારને અનુસરી પ્રભુએ ઈન્દ્રસમર્પિત વસ્ત્રને ધારણ કર્યું હતું.
૩. દીક્ષા લેતી વખતે ભગવાનના શરીરે લાગેલા સુગંધી ચર્ણાદિક યુગે ચાર મહિના સુધી ઘણું ભ્રમરાદિક જંતુઓ પ્રભુને વળગતા અને માંસ તથા લેહી ચૂસતા હતા.
૪. ભગવાને લગભગ તેર માસ સુધી ઇન્દ્રદત્ત વસ્ત્રને ધારણ કર્યું હતું, પછી તે વસ્ત્ર ત્યજીને વસ્ત્ર રહિત થયા હતા.
૫. ભગવાન સાવધાન થઈ, પુરુષપ્રમાણ માર્ગને ઈર્યાસમિતિથી બરાબર જોઈ તપાસીને ચાલતા હતા.
૬. ભગવાન જ્યાં રહેતા ત્યાં બ્રહ્મચર્યમાં સુદઢ રહેતા અને સદા વૈરાગ્યભવિત સતા ધર્મધ્યાન ધ્યાતા હતા.
૭. ભગવાન ગૃહસ્થો સાથે હળવું-મળવું છંડીને ધ્યાન-. નિમગ્ન રહેતા હતા. વળી સર્વ સાથે સરલ સ્વભાવથી વર્તતા હતા.
૮. ભગવાનને કઈ વખાણતા તે તેમની સાથે પણ કશું બોલતાં નહીં અને કોઈ પુન્યહીન અનાર્યો અન્યથા વર્તતા તો તેમના પ્રત્યે કેપ કરતા નહી. સદા ય સ્વસ્વભાવમાં જ ઝીલતા. પ્રભુની સહનશીલતા ખરેખર અદ્ભુત હતી. - ૯. ભગવાન ગમે એવા કઠોર પરીસહાને ધીરજથી સહતા તેમ જ અનુકૂળ ઉપસર્ગ–પરીસહ પ્રસંગે પણ સાવધાન રહેતા.