________________
( ૧૫ ) દીક્ષા લીધા બાદ બે વર્ષે મુનિશ્રીના ગુરુદેવ શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સ્વર્ગે સંચર્યો.
મુનિશ્રી સંયમી જીવનમાં આગળ વધ્યા. અભ્યાસ વધારવો, જુદે જુદે સ્થળે વિહાર કરવો, સદુપદેશ દે, તીર્થયાત્રા કરવી તથા કર્મક્ષયાર્થે તપ કરે, મુનિવરેના જીવનમાં આ સિવાય બીજું શું હોય ? - કાશીમાં તેમના બે ચાતુર્માસ થયા હતા. તે વખતે કાશીમાં પાઠશાળા ચાલતી હતી અને તે સંસ્થાના સ્થાપક તેમના ગુરુભાઈ શ્રી વિજયધર્મસૂરિજીના પત્રથી તેઓ ત્યાં ગયા હતા. ત્યાંની પદ્ધતિને અંગે તેમને મતભેદ થવાથી તેઓ ત્યાંથી વિહાર કરી શ્રી સમેતશિખરજી તરફ ગયા બાદ પોતાના વિચારને વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો અને હાથમાં કલમ લીધી.
મળ્યું બહુ ધન રૂપાળું, બદન કે વિદ્યા પ્રસન્ન; કર્યો પરમાર્થ તે તે જાણુ, મળ્યું એ પ્રમાણ.
* સાક્ષર ડાહ્યાભાઈ જોળશાજી.
શરૂઆતમાં જેનહિતબોધ વિગેરે પુસ્તકનું પ્રકાશન થયું. શ્રી જૈન ધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશમાં તેમના લેખો પ્રાયઃ ચાલુ આવતા હતા. નામની સાથે તેમની સંજ્ઞા “સદગુણાનુરાગી” તથા “સન્મિત્ર” હતી.
જીવનભરમાં તેમણે સાદી ભાષામાં ઘણું સાહિત્ય લખ્યું છે. તેમના વિચારે જ તેમના જીવનનું પ્રતિબિંબ છે. દુષ્કર સાધુધર્મને જે પ્રકારે ગ્રહણ કરે તે પ્રકારે વહન કરનાર મુનિવરેને ધન્ય છે! -
મુનિશ્રીના આસુરમાં આપણે સુર મેળવીએ. .