________________
( ૧૪ )
વેડફી નાંખવો એ સુશિક્ષિતનું કામ નથી, તકની રાહ જોનારાઓ માટે સમય ભલે નથી, કાર્યસાધકેએ તે તક ઊભી કરવી જોઈએ. ” આવી ભાવનાઓમાં કુંવરજીભાઈ મશગૂલ હતા. એવામાં એમની ધર્મ સંસ્કારપ્રેરક પૂજ્ય માતાનું અવસાન થયું. પ્રસૂતિ સમયની તીવ્ર વેદના તથા મૃત્યુ જેઈ, માતૃભક્ત કુંવરજીભાઈને દુઃખ પણ થયું. પણ એ જ દુઃખને, એમણે સંસારમાંથી–સંસારરૂપી ભયંકર દાવાનળમાંથી સત્વર નીકળવાનો નિર્ણય કરવાનું નિમિત્ત બનાવ્યું.
માતા ગયાં અને પોતે પ્રજ્યા લે છે તેથી પિતાને પરિતાપ થવાને એમ પિતે જાણતા હતા પણુ “બધુજનો પણ માયાનાં બન્ધન છે” એ સત્ર તેમની જાણ બહાર નહોતું. પ્રભુરાણના પરિણમનને એ પ્રભાવ હતો કે જેથી તેઓ પોતાના નિર્ણયમાં ડગ્યા નહિ. ' મેટ્રિક સુધીનો અભ્યાસ હતો એટલે નોકરી રાજ્યમાં પણ મળે તેમ હતું પણ પિતાને પ્રભુશાસનની સેવા કરવી હતી એટલે તે નોકરીને અસ્વીકાર થશે.
દીક્ષાના પ્રયત્નોને અંગે થતી મુશ્કેલીઓને વટાવી, પિતાદિ પરિવારે કરેલા ઉત્સવપૂર્વક કુંવરજીભાઈએ સંવત ૧૯૪૭ ના વૈશાક સુદ ૬ ના દિવસે શાંતમૂતિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે, ભાવનગરમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધન્ય છે બાવીસ વર્ષની વયે પ્રવજ્યા લેનારને ! શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના તેઓ આઠમા શિષ્ય હતા. હવે “કુંવરજી” * મટી મુનિશ્રી કપૂરવિજયજી થયા. જેનદર્શનની દીક્ષામાં સંસારીપણાના નામને પણ રદ કરવામાં આવે છે. તેમનાં લગ્ન થયાં હતાં એટલે - કહે કે તેઓશ્રી બાલબ્રહ્મચારી જ હતા.
ભૂતકાળમાં થયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં છે તેવા મહાપુરુષો જે વિજયવંતા ત્યાગમાર્ગને આભારી છે તેવા સ્વપરએકાન્ત કલ્યાણપ્રદ માર્ગમાં કાંટા વેરનારાઓ, કાયદા ઘડાવનારાઓ, પિતાને કેળવાયલા કહેવરાવે છે. આ તે કેળવણી છે કે કેળવણીનું લીલામ ?