________________
( ૧૩ ). સાંભળ્યાં. જૈનદર્શનના પૂજ્ય મુનિપુંગવોનાં વ્યાખ્યાનોમાં વૈરાગ્યનાં પિષણ વિના બીજું શું હોય ? જેઓએ સંસારને વોસિરાવ્યા (તો) છે તેઓ તે વિના બીજે કયો ઉપદેશ આપે ? અર્થ–કામના સર્વથા ત્યાગીઓના ઉપદેશમાં અર્થ-કામને સ્થાન નથી. જેનદર્શનના મહાત્મા એની દશનામાં તો એક જ ધ્વનિ હોય છે –
શીતલ નહિ છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની; કાચી એ કાયા રે છેવટ છારની,
સાચી એક માયા રે જિન અણુગારની. મનુષ્યભવ, આદેશ, આર્યકુળ, સુદેવ–સુગુરુ-સુધર્મને વેગ, પ્રભુની વાણ સાંભળવાનો પ્રસંગ આ તમામ અધિકાધિક દુર્લભ છે. પરમ પુણ્યદયે જ પ્રાપ્ત થાય છે. પ્રભુની અમીય સમાણ વાણી સાંભળ્યા પછી ચવી એ અતીવ દુર્લભ છે. તેમાં રુચિ હોવી એ પણ મહાન પુણ્યદય છે. જેનકુળમાં અવતરવા છતાં ય કૈકને એ વાણી ખેંચે છે અને તેવાઓ તરફથી તે પવિત્ર વાણુ સામે બળવો કરવા સુધીનો પાપેદય પણ કયાં જોવામાં નથી આવતું ?
કુંવરજીભાઈની તત્ત્વજ્ઞાન મેળવવાની જિજ્ઞાસા વધી–વધતી ગઈ. પ્રવચનશ્રવણ ચાલુ રાખ્યું અને સદ્દગુરુનો સમાગમ વધાર્યો. ભવને અંત કરનાર સંતના સંગના રંગે દિનપ્રતિદિન પોતે રંગાતા ગયા અને વ્રત, નિયમાદિનો અભ્યાસ વધારતા ગયા. જૈનદર્શનવિહિત તત્તનું જ્ઞાન મેળવતા ગયા અને સાથે સાથે આત્મશક્તિને પણ કેળવતા ગયા. આનું પ્રથમ પ્રત્યક્ષ પરિણામ તે એ જ કે ઈંગ્લીશ શિક્ષણની એમને બૂરી અસર થઈ નહિ. દૃષ્ટિ ફરે ત્યાં સૃષ્ટિ ફરે છે. સમ્યગ્દષ્ટિને મિથામૃત (જ્ઞાન) પણ સમ્યગ્ર રૂપે પરિણમે છેઃ બિચારા મિથ્યાદૃષ્ટિને સમ્યજ્ઞાન પણ મિથ્યા રૂપે પરિણમે છે.
' . “સંસાર અસાર છે, જીવન ક્ષણભંગુર છે, સોનેરી સમયને વ્યર્થ