________________
( ૧૨ ) : સન્મિત્ર મુનિશ્રીની પ્રવૃત્તિ પાપથી નિવારવાની તથા હિતમાં . યોજવાની જ હોય એ સ્પષ્ટ છે. ' મુનિશ્રીએ નિદાન કરી ચિકિત્સા બતાવી છે. આરોગ્ય ઈચ્છનારે અમલ કરવો જોઈએ. ' કેવલ સ્વપકલ્યાણાર્થે કલમ, કાગલ, કર અને કાળ(સમય)ને ઉપયોગ કરનાર સન્મિત્ર મુનિશ્રી કપૂરવિજયજી મહારાજના લક્ષ્યને લક્ષમાં રાખી વાચકવૃંદ લેખસંગ્રહ વાંચે, વિચારે અને વર્તનમાં મૂકે જેથી તેઓશ્રીને, પંન્યાસજીનો તથા સ્મારકસમિતિનો ઉદ્દેશ સફળ થાય.
સન્મિત્ર મુનિશ્રી કપૂરવિજયજીને જન્મ સંવત ૧૯૨૫ માં સૌરાષ્ટ્ર દેશમાં, વલભીપુર (વળા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અમીચંદ અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું.ધર્મનિષ્ઠ આ દંપતીને પ્રથમ સંતાનમાં પુત્રી હતી : દ્વિતીય સંતાન તે આ લેખસંગ્રહને વિધાતા. માતાપિતાએ તેમનું નામ કુંવરજી રાખ્યું હતું. માતાપિતા તથા દાદા-દાદીનાં લાડકોડમાં ઉછરતા “કુંવરજી” ને ચોગ્ય વયે શાળામાં દાખલ કર્યા.
સાચાં માતાપિતા તેઓ જ છે કે જેઓ બાલ્યવયથી જ પિતાનાં સંતાનને ધર્મના સંસ્કાર આપે છે. ધન્ય છે તેવી માતને અને તેવા તાતને ! . ભવિષ્યમાં સાધુ થનાર પુણ્યાત્માની માતા સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ લક્ષ્મીબાઈની હાર્દિક પ્રેરણાથી કુંવરજીભાઈ પર્વતિથિએ વ્યાખ્યાન સાંભળવા જતા હતા. . વધુ અભ્યાસાર્થે તેમને ભાવનગર રહેવા જવાની ફરજ પડી. પુત્રવત્સલ માતાએ ત્યાં (ભાવનગર) સાથે રહેવાનું નક્કી કર્યું. તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી..
ભાવનગરમાં તેમણે શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનાં વ્યાખ્યાને