________________
( ૧૧ ) રાગ પ્રભુએ પ્રરૂપેલા આગમને જે આધાર ન હતા તે ભવ્યજનોને વસ્તુતત્ત્વને બંધ શી રીતે થઈ શકત ?”
પૃષ્ઠ ૮૭. પૃષ્ઠ ૨૮૧ માં “પર્યુષણ પર્વ અને આપણું કર્તવ્ય ” એ લેખમાં મુનિશ્રી કલ્પસૂત્રશ્રવણને કર્તવ્ય જણાવે છે.
આજે એક વર્ગ, પર્યુષણ પર્વમાં નવાં વ્યાખ્યાનો ગોઠવી, ઈરાદાપૂર્વક પરમપૂજ્ય શ્રીકલ્પસૂત્રની અવગણના કરે છે તે શેચનીય છે.
' આજકાલ જ્યનું પ્રત્યે દુર્લક્ષ વધતું જાય છે. પૃષ્ઠ ૩૦૮ માને તે વિષયનો લેખ વાંચવા ખાસ ભલામણ છે કે જેથી પ્રવૃત્તિ માત્રમાં જણાપાલનનું ભાન રહે. . “જેનકુળમાં જન્મેલ મનુષ્ય વ્યયહારમાં કેમ વર્તવું ?” આ લેખમાં જેને માબાપ સાથે, ભાઈ ભાંડું સાથે, સ્ત્રી સાથે, પુત્ર તથા સગાસંબંધી સાથે, સ્વજનો સાથે, ગુરુ સાથે, બીજા ધર્મવાળા સાથે, જુદા જુદા અવસરે કેમ વર્તવું તે બતાવ્યું છે. ભોજન તથા દાન કરવાની રીત દર્શાવી છે. ભોજન કરવાની રીતમાં, ચંડાળ વગેરેના દેખતાં ખાવાને નિષેધ છે. અસ્પૃશ્યતા જેવું કાંઈ છે જ નહિ એ કથનને આ નિષેધમાં જવાબ સમાયો છે.
ચાહ, બીડી, સિનેમા, નાટક વગેરે વ્યસન તજવાં, રાત્રિભોજન તથા અભક્ષ્યાદિ તજવાં, ધર્માનુષ્ઠાનમાં આદર કરવો, વગેરે વિષયને લગતા લેખેની વિગત માટે અનુક્રમણિકા જોઈ લેવી. | મુનિશ્રી સન્મિત્ર તરીકે ઓળખાતા હતા. જેનધર્મ પ્રકાશ પુ. ૩૩, પૃ. ૧૨૭ માં “સાચા મિત્રનાં લક્ષણ” એ લેખમાં મુનિશ્રીએ સન્મિત્રનાં લક્ષણો જણાવ્યાં છે. એ લેખ, લેખસંગ્રહ ભાગ ૧ લામાં પૂર્ણ ૭૫ ઉપર છે. લેખના મથાળે મૂકાયેલા લેકનું પ્રથમ ચરણ જ કહે છે કે –
givજવાચતિ ચોક હિતા