________________
[ ૧૨૮ ]
* શ્રી કપૂરવિજયજી સંઘયણવાળા છતાં પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થાવાસ ત્ય છે તેમને ઉપર જણાવેલ નિયમો પાળવા પ્રાયઃ સુલભ છે. - ૩૮. સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય તેવા આ નિયમેને જે આદરે–પાળે નહિ તેને સાધુપણાથકી અને ગૃહસ્થપણાથકી ઉભયથી ભ્રષ્ટ થયેલો જાણવો.
૩૯. જેના હૃદયમાં ઉપર કહેલા નિયમે ગ્રહણ કરવાને લગારે ભાવ ન હોય તેમને આ નિયમો સંબંધી ઉપદેશ કરવો એ (સિરા) સર વિનાના સ્થળે કૂવો ખોદવા જેવો નિષ્ફળ થાય છે
૪૦. નબળા સંઘયણ, કાળ, બળ અને દુષમ આરે એ આદિ હમણા આલંબન પકડીને પુરુષાર્થ વગરના પામર જીવો આળસ–પ્રમાદથી બધી નિયમધુરાને છાંડી દે છે.
૪૧. (સાંપ્રતકાળ) જિનકલ્પ વ્યાચ્છન્ન થયેલે છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતે નથી તથા સંઘયણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરક૯પ પણ પાળી શકાતો નથી,
૪૨. તો પણું જે મુમુક્ષુઓ આ નિયમનું આરાધન વિધિવડે સમ્યગ ઉપયુક્ત ચિત્ત થઈને કરશે અને ચારિત્રસેવનમાં ઉજમાળ બનશે તો તે નિચે આરાધકભાવને પામશે.
૪૩. આ સર્વે નિયમને જે શુભાશયે વૈરાગ્યથી સમ્યગ રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે, એટલે તે શિવસુખરૂપ ફળને આપે છે. . . .
. ( આ પ્ર. પુ. ૩૩, પૃ. ૨૧૫. 3